________________
૩૯૦
આગમિક વ્યાખ્યાઓ
મહાવીરની જય બોલાવવામાં આવી છે, દ્વિતીયમાં જિન-પ્રવચનને નમસ્કાર કરવામાં આવ્યા છે, તૃતીયમાં ગુરુને પ્રણામ કરવામાં આવ્યા છે, ચતુર્થમાં પ્રજ્ઞાપના સૂત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે :
जयति नमदमरमुकुटप्रतिबिम्बच्छद्मविहितबहुस्पः । उद्धर्तुमिव समस्तं विश्वं भवपङ्कतो वीरः ॥ १॥ जिनवचनामृतजलधिं वन्दे यबिन्दुमात्रमादाय । અમવન્નેનું સત્ત્વા નન્મ-જ્ઞા-વ્યાધિપદ્દિીબા // ર્ ॥ प्रणमत गुस्पदपङ्कजमधरीकृतकामधेनुकल्पलतम् । यदुपास्तिवशान्निस्ममश्नुवते ब्रह्म तनुभाजः ॥ ३॥ जडमतिरपि गुरुचरणोपास्तिसमुद्भूतविपुलमतिविभवः । समयानुसारतोऽहं विदधे प्रज्ञापनाविवृतिम् ॥ ४ ॥
‘પ્રજ્ઞાપના’નો શબ્દાર્થ કરતાં વૃત્તિકાર કહે છે : પ્રજ્જૈન જ્ઞાપ્યત્તે અનયંતિ પ્રજ્ઞાપના અર્થાત્ જેના દ્વારા જીવાજીવાદિ પદાર્થોનું જ્ઞાન કરવામાં આવે તે પ્રજ્ઞાપના છે. આ પ્રજ્ઞાપના સૂત્ર સમવાય નામક ચતુર્થ અંગનું ઉપાંગ છે કેમકે તે સમવાયાંગમાં નિરૂપિત અર્થનું પ્રતિપાદન કરે છે. જો કોઈ એમ કહે કે સમવાયાંગનિરૂપિત અર્થનું આમાં પ્રતિપાદન કરવું નિરર્થક છે તો યોગ્ય નથી. આમાં સમવાયાંગપ્રતિપાદિત અર્થનું વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આનાથી મંદમતિ શિષ્યનો વિશેષ ઉપકાર થાય છે. આથી આની રચના સાર્થક છે. ત્યાર પછી મંગલની સાર્થકતા વગેરે પર પ્રકાશ પાડતાં આચાર્યે સૂત્રના પદોનું વ્યાખ્યાન કર્યું છે. વ્યાખ્યાન આવશ્યકતાનુસાર ક્યાંક સંક્ષિપ્ત છે તો ક્યાંક વિસ્તૃત. અંતે વૃત્તિકારે જિનવચનને નમસ્કાર કરતાં પોતાના પૂર્વવર્તી ટીકાકાર આચાર્ય હરિભદ્રને એમ કહીને નમસ્કાર કર્યા છે કે ટીકાકાર હરિભદ્રસૂરિનો જય થાઓ જેમણે પ્રજ્ઞાપના સૂત્રનાં વિષમ પદોનું વ્યાખ્યાન કર્યું છે અને જેમનાં વિવરણથી હું પણ એક નાનો સરખો ટીકાકાર બન્યો છું. તદનંતર પ્રજ્ઞાપનાવૃત્તિથી પ્રાપ્ત પુણ્યને જિનવાણીના સોધ માટે પ્રદાન કરતાં વૃત્તિકાર કહે છે કે પ્રજ્ઞાપનાસૂત્રની ટીકા લખીને મલયગિરિએ જે નિર્દોષ પુણ્યોપાર્જન કર્યું છે તેનાથી સંસારના સમસ્ત પ્રાણીઓ જિનવચનનો સદ્બોધ પ્રાપ્ત કરો. પ્રસ્તુત વૃત્તિનું ગ્રંથમાન ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ છે.
(ઇ) માત્ર ગુજરાતી અનુવાદ વિ.સં. ૧૯૯૧.
Jain Education International
-
અનુ. પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર, જૈન સોસાયટી, અમદાવાદ,
For Private & Personal Use Only
www.jainelibrary.org