________________
મલયગિરિવિહિત વૃત્તિઓ
૩૮૯ ‘રૂ ' સૂત્રથી “ફ' પ્રત્યય કરીને સ્ત્રીલિંગમાં “તોડવન્ચર્થાતું' સૂત્રથી “ડી' પ્રત્યય કરવાથી “નન્હી બને છે.
નન્દી'નું નિક્ષેપ-પદ્ધતિએ વિવેચન કર્યા પછી ટીકાકારે “નય નાનીવગોળી.....' વગેરે સ્તુતિપરક સૂત્ર-ગાથાઓનું સુવિસ્તૃત વ્યાખ્યાન કર્યું છે. આમાં જીવસત્તાસિદ્ધિ, શાબ્દપ્રામાણ્ય, વચનપૌરુષેયત્વખંડન, વીતરાગસ્વરૂપવિચાર, સર્વજ્ઞસિદ્ધિ, નૈરાગ્યનિરાકરણ, સંતાનવાદખંડન, વાસવાસકભાવખંડન, અન્વયિજ્ઞાનસિદ્ધિ, સાંખ્યમુક્તિનિરાસ, ધર્મધર્મિભેદભેદસિદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે.' વૃત્તિનો આ ભાગ દાર્શનિક ચર્ચાઓથી પરિપૂર્ણ હોવાને કારણે બૌદ્ધિક આલ્હાદ ઉત્પન્ન કરનાર છે. આગળની વૃત્તિમાં જ્ઞાનપંચકસિદ્ધિ, મત્યાદિક્રમ સ્થાપના, પ્રત્યક્ષપરોક્ષસ્વરૂપવિચાર, મત્યાદિસ્વરૂપનિશ્ચય અનંતરસિદ્ધકેવલ, પરમ્પરસિદ્ધકેવલ, સ્ત્રીમુક્તિસિદ્ધિ, યુગપદ્-ઉપયોગનિરાસ, જ્ઞાન-દર્શન-અભેદનિરાસ, સદષ્ટાન્તબુદ્ધિભેદનિરૂપણ, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય શ્રુતસ્વરૂપપ્રરૂપણ વગેરે સંબંધી પ્રચુર સામગ્રી ઉપલબ્ધ છે. અંતે આચાર્યે ચૂર્ણિકારને નમસ્કાર કરતાં ટીકાકાર હરિભદ્રને પણ સાદર નમસ્કાર કર્યા છે તથા વૃત્તિથી ઉપાર્જિત પુણ્યને લોકકલ્યાણ માટે સમર્પિત કરતાં અહત વગેરેનું મંગલ-સ્મરણ કર્યું છે :
नन्द्यध्ययनं पूर्वं प्रकाशितं येन विषमभावार्थम् । तस्मै श्रीचूर्णिकृते नमोऽस्तु विदुषे परोपकृते ॥१॥ मध्ये समस्तभूपीठं, यशो यस्याभिवर्द्धते । तस्मै श्रीहरिभदाय, नमष्टीकाविधायने ॥२॥ वृत्तिर्वा चूणिर्वा रम्याऽपि न मन्दमेधसां योग्या । अभवदिह तेन तेषामुपकृतये यत्न एष कृतः ॥ ३ ॥ बह्वर्थमल्पशब्दं नन्द्यध्ययनं विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा सिद्धि तेनाश्नुतां लोकः ॥४॥ अर्हन्तो मङ्गलं मे स्युः, सिद्धाश्च मम मङ्गलम् ।
साधवो मंगलम् सम्यग्, जैनो धर्मश्च मंगलम् ॥५॥ પ્રસ્તુત વૃત્તિનું ગ્રંથમાન ૭૭૩૨ શ્લોકપ્રમાણ છે. પ્રજ્ઞાપનાવૃત્તિઃ
વૃત્તિના પ્રારંભે આચાર્યે મંગલસૂચક ચાર શ્લોકો આપ્યા છે. પ્રથમ શ્લોકમાં
૧. પૃ. ૨-૪૨.
૨. પૃ. ૨૫૦. ૩. (અ) રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, સન્ ૧૮૮૪.
(આ) આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૮-૯, -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org