SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ આગમિક વ્યાખ્યાઓ વ્યાખ્યા કરે છે અને તે અર્થનો સ્પષ્ટ નિર્દેશ કરી દે છે. તદનન્તર વિશેષ સ્પષ્ટીકરણ અથવા વિસ્તૃત વિવેચનની આવશ્યકતા પ્રતીત થતાં ‘અયં ભાવ:, મુિ ં મવતિ, ઝયમાશય:, રૂમંત્ર યમ્' વગેરે પદો સાથે સંપૂર્ણ અભીષ્ટાર્થ સ્પષ્ટ કરી દે છે. વિષય સાથે સમ્બદ્ધ અન્ય પ્રાસંગિક વિષયોની ચર્ચા કરવી તથા તદ્વિષયક પ્રાચીન પ્રમાણોનો ઉલ્લેખ કરવો પણ આચાર્ય મલયગિરિની એક બહુ મોટી વિશેષતા છે. આગળ મલયગિરિષ્કૃત પ્રકાશિત ટીકાઓનો પરિચય આપવામાં આવે છે. નંદીવૃત્તિ ઃ આચાર્ય મલયગિકૃિત પ્રસ્તુત વૃત્તિ દાર્શનિક વાદ-વિવાદથી પરિપૂર્ણ છે. એ જ કારણ છે કે એનો વિસ્તાર પણ વધારે છે. તેમાં અહીં-તહીં ઉદાહરણ રૂપે સંસ્કૃત કથાનકો પણ આપવામાં આવ્યાં છે. પ્રાકૃત તથા સંસ્કૃત ઉદ્ધરણોનો પણ અભાવ નથી જ. પ્રારંભમાં આચાર્યે વર્ધમાન જિનેશ્વર તથા જિન-પ્રવચનનું સાદર સ્મરણ કર્યું છે : जयति भुवनैकभानुः सर्वत्राविहतकेवलालोकः । नित्योदितः स्थिरस्तापवर्जितो वर्धमानजिनः ॥ १ ॥ जयति जगदेकमंगलमपहतनिःशेषदुरितघनतिमिरम् । रविबिम्बमिव यथास्थितवस्तुविकाशं जिनेशवचः ॥ २ ॥ વૃત્તિકારે નન્દીનો શબ્દાર્થ આ મુજબ બતાવ્યો છે : અથ નન્વિિિત : શબ્દાર્થ:? उच्यते- 'टुनदु' समृद्धावित्यस्य धातोरुदितो नम्' इति नमि विहिते नन्दनं नन्दिः प्रमोदो हर्ष इत्यर्थः, नन्दिहेतुत्वात् ज्ञानपंचकाभिधायकमध्ययनमपि नन्दिः, नन्दन्ति प्राणिनोऽनेनास्मिन् वेति वा नन्दिः इदमेव प्रस्तुतमध्ययनम् ।..... अपरे तु नन्दीति पठन्ति, ते च 'इक् कृष्यादिभ्यः' इति सूत्रादिकप्रत्ययं समानीय स्त्रीत्वेऽपि वर्तयन्ति તતથ ‘તોઽવત્યર્થાત્’ કૃતિ હીપ્રત્યયઃ ।ર ‘ટુનટુ’ ધાતુથી ‘સમૃદ્ધિ’ અર્થમાં ‘ધાતોષિતો નમ્’ સૂત્રથી ‘નમ્’ ક૨વાથી ‘નર્નિં’ બને છે જેનો અર્થ છે પ્રમોદ, હર્ષ વગેરે. નન્દ્રિપ્રમોદ-હર્ષનું કારણ હોવાથી જ્ઞાનપંચકનું કથન કરનાર અધ્યયન પણ ‘નન્દિ’ કહેવાય છે. અથવા જેના દ્વારા અથવા જેમાં પ્રાણીઓ પ્રસન્ન રહે છે તે ‘નન્દિ’ છે. આ જ પ્રસ્તુત અધ્યયન – ગ્રંથ છે. કેટલાક લોકો આને ‘નન્દી' કહે છે. તેમના મતે ૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, વિ.સં. ૧૯૩૩. (આ)આગમોદય સમિતિ, ગ્રં. ૧૬, સન્ ૧૯૨૪. ૨. આગમોદય-સંસ્કરણ, પૃ. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy