SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિવિહિત વૃત્તિઓ સૂર્યપ્રજ્ઞપ્તિવિવરણ : વિવરણ' ના પ્રારંભે મંગલ કરતાં આચાર્યે એવો ઉલ્લેખ કર્યો છે કે ભદ્રબાહુસૂરિકૃત નિર્યુક્તિનો નાશ થઈ જવાને લીધે હું માત્ર મૂલ સૂત્રનું જ વ્યાખ્યાન કરીશ. પ્રારંભના પાંચ શ્લોકો આ છે : यथास्थितं जगत्सर्वमीक्षते यः प्रतिक्षणम् । श्रीवीराय नमस्तस्यै भास्वने परमात्मने ॥ १ ॥ श्रुतकेवलिनः सर्वे विजयन्तां तमच्छिदः । येषां पुरो विभान्तिस्म खद्योता इव तीर्थिकाः ॥ २ ॥ जयति जिनवचनमनुपममज्ञानतमः समूहरविबिम्बम् । शिवसुखफलकल्पतरुं प्रमाणनयभंगगमबहुलम् ॥ ३ ॥ सूर्यप्रज्ञप्तिमहं गुरूपदेशानुसारतः किंचित् । विवृणोमि यथाशक्ति स्पष्टं स्वपरोपकाराय ॥ ४ ॥ अस्या निर्युक्तिरभूत् पूर्वं श्रीभद्रबाहुसूरिकृता । कलिदोषात् साऽनेशद् व्याचक्षे केवलं सूत्रम् ॥ ५ ॥ ત્યાર પછી આચાર્યે પ્રથમ સૂત્રનું ઉત્થાન કરતાં સૂત્ર-સ્પર્શિક વ્યાખ્યાન શરૂ કર્યું છે. પ્રથમ સૂત્રનાં વ્યાખ્યાનમાં મિથિલા નગરી, મણિભદ્ર ચૈત્ય, જિતશત્રુ રાજા, ધારિણી દેવી અને મહાવીર જિનનું સાહિત્યિક છટાયુક્ત વર્ણન કર્યું છે. દ્વિતીય સૂત્રની વ્યાખ્યામાં ઈન્દ્રભૂતિ ગૌતમનું વર્ણન છે. તૃતીય સૂત્રની વૃત્તિમાં સૂર્યપ્રજ્ઞપ્તિના મૂળ વિષયનું વીસ પ્રાભૂતોમાં વિવેચન છે. આ પ્રામૃતો આ મુજબ છે : ૧. સૂર્યમંડળોની સંખ્યા, ૨. સૂર્યનું તિર્યક્ પરિભ્રમણ, ૩. સૂર્યનાં પ્રકાશ્યક્ષેત્રનું પરિમાણ, ૪. સૂર્યનું પ્રકાશસંસ્થાન, ૫. સૂર્યનો લેશ્યાપ્રતિઘાત, ૬. સૂર્યની ઓજઃસંસ્થિતિ, ૭. સૂર્યલેશ્યાસંસૃષ્ટ પુદ્ગલ, ૮. સૂર્યોદયસંસ્થિતિ, ૯. પૌરુષીચ્છાયાપ્રમાણ, ૧૦. યોગસ્વરૂપ, ૧૧. સંવત્સરોની આદિ, ૧૨. સંવત્સરભેદ, ૧૩. ચન્દ્રમાની વૃધ્ધપવૃદ્ધિ, ૧૪. જ્યોત્સનાપ્રમાણ, ૧૫. ચન્દ્રાદિનો શીઘ્રગતિવિષયક નિર્ણય, ૧૬. જ્યોત્સ્નાલક્ષણ, ૧૭. ચન્દ્રાદિનું ચ્યવન અને ઉપપાત, ૧૮. ચન્દ્રાદિનું ઉચ્ચત્વમાન, ૧૯. સૂર્યસંખ્યા, ૨૦. ચન્દ્રાદિનો અનુભાવ. આમાંથી પહેલા પ્રાકૃતમાં આઠ, બીજામાં ત્રણ અને દસમામાં બાવીસ ઉપપ્રાકૃત પ્રામૃતપ્રામૃત છે. આગળની વૃત્તિમાં આ બધા પ્રાભૂતો તથા પ્રાકૃતપ્રામૃતોનું વિશદ વર્ણન છે. ૧. આગોદય સમિતિ, મહેસાણા, સન્ ૧૯૧૯. ૨. પૃ. ૬. ૩. પૃ. ૭-૮. Jain Education International For Private & Personal Use Only ૩૯૧ - www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy