________________
અભયદેવવિહિત વૃત્તિઓ
निर्वृतककुलनभस्तलचन्द्रद्रोणाख्यसूरिमुख्येन ।
पंडितगुणेन गुणवत्प्रियेण संशोधिता चेयम् ॥ १० ॥ प्रत्यक्षरं गणनया, ग्रन्थमानं विनिश्चितम् । अनुष्टुभां सहस्त्राणि, त्रीण्येवाष्टशतानि च ॥ ११ ॥ एकादशसु शतेष्वथ विंशत्यधिकेषु विक्रमसमानाम् । अणहिलपाटकनगरे विजयदशम्यां च सिद्धेयम् ॥ १२ ॥
ઉપાસકદશાંગવૃત્તિ ઃ
આ વૃત્તિ' સૂત્રસ્પર્શી છે. આમાં સૂત્રગત વિશેષ શબ્દોના અર્થ વગેરેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જ્ઞાતાધર્મકથાની ટીકાની જેમ જ શબ્દાર્થ-પ્રધાન હોવાને કા૨ણે આનો વિસ્તાર અધિક નથી. આ વૃત્તિ જ્ઞાતાધર્મકથાની વૃત્તિ પછી રચવામાં આવી છે. પ્રારંભમાં વર્ધમાનને નમસ્કાર કરવામાં આવ્યા છે તથા ઉપાસકદશાંગની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ત્યાર પછી ટીકાકારે સપ્તમ અંગ ‘ઉપાસકદશા'નો શબ્દાર્થ આપ્યો છે. ઉપાસકનો અર્થ છે શ્રમણોપાસક અને દશાનો અર્થ છે દસ. શ્રમણોપાસક-સંબંધ અનુષ્ઠાનનું પ્રતિપાદન કરનાર દસ અધ્યયનરૂપ ગ્રંથ ઉપાસકદશા છે. આ ગ્રંથનું નામ બહુવચનાન્ત છે. પ્રસ્તુત વૃત્તિમાં પણ આચાર્યે ક્યાંક-ક્યાંક વ્યાખ્યાન્તરનો નિર્દેશ કર્યો છે. અનેક જગ્યાએ જ્ઞાતાધર્મકથાની વ્યાખ્યા વડે અર્થ સમજી લેવા માટે કહ્યું છે. અંતે વૃત્તિકાર કહે છે કે બધા મનુષ્યોને પ્રાયઃ પોતાનું વચન અભિમત હોય છે. જે પોતાને પણ સારી રીતે પસંદ નથી આવતું તે બીજાને કેવી રીતે પસંદ આવી શકે ? મેં પોતાના ચિત્તના કોઈ ઉલ્લાસ વિશેષને કારણે અહીં કંઈક કહ્યું છે. તેમાં જે કંઈ યુક્તિયુક્ત હોય તેનો નિર્મળ બુદ્ધિવાળા પુરુષો પ્રેમપૂર્વક સ્વીકાર કરે.
૩૭૯
અન્નકૂદાવૃત્તિ ઃ
આ વૃત્તિ પણ સૂત્રસ્પર્શી તથા શબ્દાર્થપ્રધાન છે. અવ્યાખ્યાત પદોના અર્થ માટે વૃત્તિકા૨ે જ્ઞાતાધર્મકથાવિવરણનો નિર્દેશ કર્યો છે. ‘અન્તકૃદશા’નો શબ્દાર્થ ૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૭૬.
(આ)આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૦.
(ઇ) માત્ર ગુજરાતી અનુવાદ વિ.સં. ૧૯૯૨.
૨. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૭૫, (આ)આગમોદય સમિતિ, સૂરત, સન્ ૧૯૨૦.
(ઇ) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ, સન્ ૧૯૩૨.
Jain Education International
1
• પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર, જૈન સોસાયટી, અમદાવાદ,
For Private & Personal Use Only
www.jainelibrary.org