SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ આગમિક વ્યાખ્યાઓ : તત્રાન્તો. ઇવાન્તઃ कृतो-विहितो બતાવતાં વૃત્તિકાર કહે છે यैस्तेऽन्तकृतास्तद्वक्तव्यताप्रतिबद्धा दशा: - दशाध्ययनरूपा ग्रन्थपद्धतय इति अन्तकृद्दशाः, રૂદ વાૌ વર્ગ મન્તિ 1 તંત્ર પ્રથમે વર્ષે શાધ્યયનનિ । ‘અંત’નો અર્થ છે ભવાન્ત અને ‘કૃત’નો અર્થ છે વિહિત. જેમણે પોતાના ભવનો અંત કર્યો છે તે અન્તકૃત છે. અન્નકૃતસંબંધી ગ્રન્થવિશેષ જેની પદ્ધતિ દશાધ્યયનરૂપ—દસ અધ્યયનવાળી છે, અન્તકૃદશા કહેવાય છે. જોકે અન્તકૃદશાના પ્રત્યેક વર્ગમાં દસ અધ્યયન નથી તો પણ કેટલાક વર્ગોની દસ અધ્યયનવાળી પદ્ધતિને કારણે આનું નામ અન્તકૃશા રાખવામાં આવ્યું છે. વૃત્તિના અંતે આચાર્ય લખે છે : પિત્ત ન ક્યાક્યાત તજ્ઞાતાધર્મ થાવિવરળાવવસેયમ્ – જેનું અહીં વ્યાખ્યાન ન કરવામાં આવ્યું હોય તે જ્ઞાતાધર્મકથાનાં વિવરણથી સમજી લેવું જોઈએ. નિમ્નલિખિત શ્લોક સાથે વૃત્તિ પૂર્ણ થાય છે : -- अनन्तरसपर्यये जिनवरोदिने शासने, यकेह समयानुगा गमनिका किल प्रोच्यते । गमान्तरमुपैति सा तदपि सद्भिरस्यां कृतावख्ढगमशोधनं ननु विधीयतां सर्वतः ॥ અનુત્તરૌપપાતિકદશાવૃત્તિ ઃ આવૃત્તિ પણ સૂત્રસ્પર્શિક તથા શબ્દાર્થગ્રાહી છે. પ્રારંભમાં વૃત્તિકારે ‘અનુત્તરૌપપાતિકદશા'નો અર્થ બતાવ્યો છે : તત્રાનુત્તરેવુ વિમાનવિશેષેધૂપપાતો બન્મ अनुत्तरोपपातः स विद्यते येषां तेऽनुत्तरौपपातिकास्तत्प्रतिपादिका दशाः । दशाध्ययनप्रतिबद्धप्रथमवर्गयोगाद्दशाः ग्रन्थविशेषोऽनुत्तरौपपातिकदशास्तासां च सम्बन्धसूत्रम् । અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારને અનુત્તરૌપપાતિક કહેવામાં આવે છે. જે ગ્રંથમાં અનુત્તરૌપપાતિકોનું વર્ણન છે તેનું નામ પણ અનુત્તરૌપપાતિક છે. તેના પ્રથમ વર્ગમાં દસ અધ્યયન છે આથી તેને અનુત્તરૌપપાતિકદશા કહે છે. અંતમાં વૃત્તિકારે લખ્યું છે : शब्दाः केचन नार्थतोऽत्र विदिताः केचित्तु पर्यायतः, सूत्रार्थानुगते : समूह्य भणतो यज्जातमागः पदम् । वृत्तावत्र तकत् जिनेश्वरवचोभाषाविधौ कोविदैः, संशोध्यं विहितादरैर्जिनमतोपेक्षा यतो न क्षमा ॥ ૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૭૫. (આ)આગમોદય સમિતિ, સૂરત, સન્ ૧૯૨૦. (ઇ) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, સન્ ૧૯૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy