________________
અભયદેવવિહિત વૃત્તિઓ
૩૭૫
स्वतः सुबोधेऽपि शते तुरीये, व्याख्या मया काचिदियं विदूब्धा । दुग्धे सदा स्वादुतमे स्वभावात्, क्षेपो न युक्तः किमु शर्करायाः ॥ - ચતુર્થ શતકનો અંત
વૃત્તિના અંતે આચાર્યે પોતાની ગુરુ-પરંપરા બતાવતાં પોતાનો નામોલ્લેખ કર્યો છે તથા બતાવ્યું છે કે અણહિલપાટક નગરમાં વિ.સં.૧૧૨૮માં ૧૮૬૧૬ શ્લોકપ્રમાણ પ્રસ્તુત વૃત્તિ સમાપ્ત થઈ :
एकस्तयोः सूरिवरो जिनेश्वरः ख्यातस्तथाऽन्यो मुनि बुद्धिसागरः । तयोर्विनेयेन विबुद्धिनाऽप्यलं वृत्तिः कृतैषाऽभयदेवसूरिणा ॥ ५ ॥ अष्टाविंशतियुक्ते वर्षसहस्त्रे शतेन चाभ्यधिके । अणहिलपाटकनगरे कृतेयमच्छुतधनिवसतौ ॥ १५ ॥ अष्टादशसहस्त्राणि षट् शतान्यथ षोडश ।
"
इत्येवं मानमेतस्यां श्लोकमानेन निश्चितम् ॥ १६ ॥ જ્ઞાતાધર્મકથાવિવરણ :
પ્રસ્તુત વિવરણ' સૂત્રસ્પર્શી છે. તેમાં શબ્દાર્થની પ્રધાનતા છે. પ્રારંભમાં વિવરણકારે મહાવીરને નમસ્કાર કર્યા છે તથા જ્ઞાતાધર્મકથાંગનું વિવરણ શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે :
Tत्वा श्रीमन्महावीरं प्रायोऽन्यग्रंथवीक्षितः । ज्ञाताधर्मकथाङ्गस्यानुयोगः कश्चिदुच्यते ॥ १ ॥
પ્રથમ સૂત્રનાં વ્યાખ્યાનમાં ચંપા નગરીનો પરંપરાગત પરિચય આપવામાં આવ્યો છે. એ જ રીતે બીજા સૂત્રની વ્યાખ્યામાં પૂર્ણભદ્ર નામક ચૈત્યવ્યન્તરાયતન, ત્રીજા સૂત્રની વ્યાખ્યામાં કોણિક નામક રાજા—શ્રેણિકરાજપુત્ર તથા ચતુર્થ સૂત્રનાં વિવરણમાં સ્થવિર સુધર્માનો પરિચય છે. પાંચમા સૂત્રનાં વ્યાખ્યાનમાં જ્ઞાતાધર્મકથાના બે શ્રુતસ્કંધો અર્થાત્ બે વિભાગોનો પરિચય આપતાં બતાવવામાં આવ્યું છે કે પ્રથમ શ્રુતસ્કન્ધનું નામ શાત છે જેનો અર્થ થાય છે ઉદાહરણ : જ્ઞાતાનિ વાહરાાનિ પ્રથમ: શ્રુતન્યઃ । આમાં આચારાદિની શિક્ષા આપવાના ઉદ્દેશ્યથી કથાઓ રૂપે વિવિધ ઉદાહરણો આપવામાં આવ્યાં છે. દ્વિતીય શ્રુતસ્કન્ધનું નામ ધર્મકથા છે. આમાં ધર્મપ્રધાન કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : ધર્મપ્રધાના થા; ધર્મસ્થા કૃતિ દ્વિતીયઃ । ત્યાર બાદ પ્રથમ શ્રુતસ્કન્ધાન્તર્ગત નિમ્નલિખિત ૧૯ ઉદાહરણરૂપ
૧. આગમોદય સમિતિ, મહેસાણા, સન્ ૧૯૧૯. ૨. પૃ. ૧૦ (૧).
૩. એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org