________________
આગમિક વ્યાખ્યાઓ કથાઓનાં અધ્યયનોની અર્થસહિત નામાવલી આપવામાં આવી છે : ૧. ઉક્ષિપ્ત – મેઘકુમારના જીવ દ્વારા હાથીના ભવમાં પાદનો ઉલ્લેપ અર્થાત પગ ઊંચો રાખવો, ૨. સંઘાટક – શ્રેષ્ઠિ અને ચોરનું એક બંધનબદ્ધત્વ, ૩. અંડક – મયૂરાંડ, ૪. કૂર્મ - કચ્છ૫, ૫. શૈલક – એક રાજર્ષિ, ૬. તુંબ – તુંબડું, ૭. રોહિણી – એક શ્રેવિધૂ, ૮, મલ્લી ઓગણીસમા તીર્થકર, ૯. માર્કદી નામક વેપારીનો પુત્ર, ૧૦. ચન્દ્રમા, ૧૧. દાવદ્રવ – સમુદ્રતટનાં વૃક્ષવિશેષ, ૧૨. ઉદક-નગરની ખાઈનું પાણી, ૧૩. મંડૂક – નન્દ નામના મણિકાર શેઠનો જીવ, ૧૪. તેટલીપુત્ર નામક અમાત્ય, ૧૫. નન્દીફલ – નન્દી નામક વૃક્ષનાં ફળ, ૧૬. અવરકંકા- ભરતક્ષેત્રના ધાતકી ખંડની રાજધાની, ૧૭. આકીર્ણ – જન્મથી સમુદ્રમાં રહેનાર અશ્વ – સમુદ્રી ઘોડા, ૧૮. સુસુમા – એક શ્રેષ્ઠિદુહિતા, ૧૯. પુંડરીક – એક નગર. ત્યાર પછી વિવરણકારે ક્રમશ: પ્રત્યેક અધ્યયનનું વ્યાખ્યાન કર્યું છે. જેમાં મુખ્યત્વે નવા તથા મુશ્કેલ શબ્દોનો અર્થ સ્પષ્ટ કર્યો છે. આચાર્યે પ્રત્યેક અધ્યયનની વ્યાખ્યાના અંતે તેમાંથી ફલિત થતો વિશેષ અર્થ સ્પષ્ટ કર્યો છે તથા તેની પુષ્ટિ માટે તદર્થગર્ભિત ગાથાઓ પણ ઉદ્ધત કરી છે.
પ્રથમ અધ્યયનના અભિધેયનો સાર બતાવતાં વૃત્તિકાર કહે છે કે અવિધિપૂર્વક પ્રવૃત્તિ કરનાર શિષ્યને માર્ગ પર લાવવા માટે ગુરુએ તેને ઉપાલંભ આપવો જોઈએ જેમ કે ભગવાન મહાવીરે મેઘકુમારને આપ્યો: વિધિપ્રવૃત્ત શિષ્યએ મુળ મા स्थापनाय उपालम्भो देयो यथा भगवता दत्तो मेघकुमारायेत्येवमर्थं प्रथममध्ययनનિત્યપ્રાય: આ જ વક્તવ્યની પુષ્ટિ માટે “રૂ થા' એવું કહેતાં આચાર્યે નિમ્ન ગાથા ઉદ્ધત કરી છે :
महुरेहिं निउणेहिं वयणेहिं चोययंति आयरिया । सीसे कहिंचि खलिए जह मेहमुणिं महावीरो ॥१॥ (मधुरैनिपुणैर्वचनैः स्थापयन्ति आचार्याः ।।
શિષ્ય વત્ ત્નિો યથા યમુર્નિ મહાવીરઃ ? ) દ્વિતીય અધ્યયનના અંતે આચાર્ય લખે છે કે આહાર વિના મોક્ષના સાધનોમાં પ્રવૃત્ત ન થવાય તે કારણે શરીરને આહાર આપવો જોઈએ, જેમકે ધન સાર્થવાહે વિજય ચોરને આપ્યો. આ જ અભિધેયાર્થની પુષ્ટિ માટે આચાર્યે “પટેચતે ર’ એવું લખીને નિમ્ન ગાથા ઉદ્ધત કરી છે :
૧. પૃ. ૭૭ (૧).
૨. એજન.
૩. પૃ. ૯૦ (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org