________________
૩૬૭
અભયદેવવિહિત વૃત્તિઓ આ વાત ચૈત્યવાસીઓને માલૂમ પડી કે તેઓ તરત પુરોહિત પાસે પહોંચ્યા અને તેને તેમને કાઢવા માટે બાધ્ય કર્યો. પુરોહિત સોમેશ્વરે તેમની વાત માનવાનો ઈન્કાર કરતાં કહ્યું કે આનો નિર્ણય રાજસભા જ લઈ શકે. ચૈત્યવાસીઓ રાજાને મળ્યા અને તેને વનરાજના સમયે પાટણમાં સ્થાપિત ચૈત્યવાસીઓની સાર્વભૌમ સત્તાનો ઈતિહાસ બતાવ્યો જે સાંભળીને દુર્લભરાજને પણ લાચાર થવું પડ્યું. અંતે તેણે પોતાના વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરીને તે સાધુઓને ત્યાં રહેવા દેવાનો આગ્રહ કર્યો જેનો ચૈત્યવાસીઓએ સ્વીકાર કર્યો.
આ ઘટના જોઈ પુરોહિત સોમેશ્વરે રાજાને પ્રાર્થના કરી કે સુવિહિત સાધુઓ માટે એક સ્વતંત્ર ઉપાશ્રયનું નિર્માણ કરાવવામાં આવે. રાજાએ આ કાર્યનો ભાર પોતાના ગુરુ શૈવાચાર્ય જ્ઞાનદેવ પર નાખ્યો. પરિણામ સ્વરૂપે પાટણમાં ઉપાશ્રય બન્યો.
કેટલાક સમય પછી જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો. ધારાનિવાસી શેઠ ધનદેવના પુત્ર અભયકુમારને દીક્ષિત કરીને અભયદેવ નામે પોતાનો શિષ્ય બનાવ્યો. યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી અભયદેવને આચાર્ય-પદ પ્રદાન કરીને અભયદેવસૂરિ બનાવી દેવામાં આવ્યા.
વર્ધમાનસૂરિનો સ્વર્ગવાસ થયા પછી અભયદેવસૂરિ પત્યપદ્ર નગરમાં રહ્યા. જ્યાં તેમણે સ્થાનાંગ વગેરે નવ અંગો પર ટીકાઓ રચી. ટીકાઓ સમાપ્ત કરીને અભયદેવ ધવલક્ક – ધોળકા નગરમાં પહોંચ્યા. ત્યાં તેમને રક્તવિકારની બીમારી થઈ ગઈ જે થોડા સમય પછી ઠીક થઈ ગઈ. પ્રભાવક-ચરિત્રમાં તેનું શ્રેય ધરણેન્દ્રને આપવામાં આવ્યું છે. અભયદેવસૂરિ શાસનની પ્રભાવના કરતાં રાજા કર્ણની રાજધાની પાટણમાં યોગનિરોધ દ્વારા વાસનાને પરાસ્ત કરી સ્વર્ગવાસી થયા.
પ્રભાવકચરિત્રકારના મતાનુસાર એવું પ્રતીત થાય છે કે અભયદેવે પત્યપદ્ર નગરમાં ગયા પછી અંગ-સાહિત્યની ટીકાઓ રચી હતી. આ માન્યતા સ્વયં અભયદેવના ઉલ્લેખોથી ખંડિત થાય છે. તેમણે અનેક સ્થળે આ ટીકાઓની રચના પાટણમાં થયાનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે પાટણના સંઘ-પ્રમુખ દ્રોણાચાર્ય પ્રભૂતિએ તેમનું આવશ્યક સંશોધન કર્યું છે.
પ્રભાવકચરિત્રમાં અભયદેવના સ્વર્ગવાસનો સમય નથી આપવામાં આવ્યો. તેમાં માત્ર એટલું જ લખ્યું છે કે તેઓ પાટણમાં કર્ણરાજના રાજ્યમાં સ્વર્ગવાસી થયા. પટ્ટાવલીઓમાં અભયદેવસૂરિનો સ્વર્ગવાસ વિ.સં.૧૧૩પમાં તથા બીજા મત અનુસાર વિ.સં.૧૧૩૯માં થયાનો ઉલ્લેખ છે. તેમાં પાટણને બદલે કપડવંજ ગ્રામમાં સ્વર્ગવાસ થયો તેમ બતાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org