________________
. નવમ પ્રકરણ
અભયદેવવિહિત વૃત્તિઓ વિક્રમની બારમી અને તેરમી શતાબ્દીની વચ્ચેના સમયમાં નિમ્નલિખિત સાત ટીકાકારોએ આગમ-ગ્રંથો પર ટીકાઓ રચી છે : ૧. દ્રોણસૂરિ, ૨. અભયદેવસૂરિ, ૩. મલયગિરિસૂરિ, ૪. મલધારી હેમચન્દ્રસૂરિ, ૫. નેમિચન્દ્રસૂરિ (દેવેન્દ્રમણિ), ૬. શ્રીચન્દ્રસૂરિ અને ૭. શ્રી તિલકસૂરિ. આમાંથી અભયદેવસૂરિએ નિમ્ન આગમગ્રંથો પર ટીકાઓ લખી છે : અંગ ૩ – ૧૧ અને ઔપપાતિક. અંગ ૩, ૪ અને ૬ની ટીકાઓ વિ.સં. ૧૧૨૦માં રચવામાં આવી. પંચમ અંગની ટીકા વિ.સં. ૧૧૨૮માં પૂર્ણ થઈ. અન્ય ટીકાઓની રચનાનો ચોક્કસ સમય અજ્ઞાત છે. ઉપર્યુક્ત ટીકાઓ સિવાય પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી, પંચાશકવૃત્તિ, જયતિ દુરણસ્તોત્ર, પંચનિર્ચન્ધી અને સપ્તતિકાભાષ્ય પણ અભયદેવની જ કૃતિઓ છે.
પ્રભાવકચરિત્રમાં અભયદેવસૂરિનું જીવન-ચરિત્ર આ પ્રમાણે અંકિત કરવામાં આવ્યું છે :
ભોજના શાસનકાળમાં ધારા નગરીમાં એક ધનાઢ્ય શેઠ રહેતો હતો જેનું નામ લક્ષ્મીપતિ હતું. તેની પાસે રહેનાર મધ્યપ્રદેશના એક બ્રાહ્મણને શ્રીધર અને શ્રીપતિ નામના બે પુત્રો હતા. તે બ્રાહ્મણ યુવકોએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસેથી દીક્ષા અંગીકાર કરી. આગળ જતાં તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામે પ્રસિદ્ધ થયા.
વર્ધમાનસૂરિ પહેલાં કૂર્યપુર (કૂચેરા)ના ચૈત્યવાસી આચાર્ય હતા અને ૮૪ જિનમંદિર તેમના અધિકારમાં હતા. પછીથી તેમણે ચૈત્યવાસનો ત્યાગ કરી સુવિહિત માર્ગ અંગીકાર કર્યો હતો. તે સમયે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રભુત્વ હતું અને તે ત્યાં સુધી કે તેમની સંમતિ વિના સુવિહિત સાધુઓ પાટણમાં રહી શકતા ન હતા. વર્ધમાનસૂરિએ પોતાના વિદ્વાન શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓનો વિહાર તથા નિવાસ શરૂ કરાવવાનો વિચાર કર્યો. આ જ વિચારે તેમણે પોતાના બંને શિષ્યોને પાટણ તરફ વિહાર કરવાની આજ્ઞા આપી. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણ પહોંચ્યો પરંતુ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય ન મળ્યો. અંતે તેઓ ત્યાંના પુરોહિત સોમેશ્વર પાસે પહોંચ્યા અને તેમને પોતાની વિદ્વત્તાથી પ્રભાવિત કરીને તેમનાં જ મકાનમાં ઉતર્યા. જયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org