________________
૩૬૮
આગમિક વ્યાખ્યાઓ સ્થાનાંગવૃત્તિ :
પ્રસ્તુત વૃત્તિ સ્થાનાંગના મૂલ સૂત્રો પર છે. આ વૃત્તિ શબ્દાર્થ સુધી જ સીમિત નથી. આમાં સૂત્રસમ્બદ્ધ પ્રત્યેક વિષયનું આવશ્યક વિવેચન તથા વિશ્લેષણ પણ છે. વિશ્લેષણમાં દાર્શનિક દૃષ્ટિની સ્પષ્ટ ઝલક છે. પ્રારંભમાં આચાર્ય ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે તથા સ્થાનાંગનું વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરી છે :
श्रीवीरं जिननाथं नत्वा.स्थानाङ्गकतिपयपदानाम् ।
प्रायोऽन्यशास्त्रदृष्टं करोम्यहं विवरणं किञ्चित् ॥ મંગલનું આવશ્યક વિવેચન કર્યા પછી સૂત્રસ્પર્શિક વિવરણ શરૂ કર્યું છે. “ માયા' (અ. ૧ સૂ. ૨)નું વ્યાખ્યાન કરતાં વૃત્તિકારે અનેક દૃષ્ટિઓથી આત્માની એકતા-અનેકતા સિદ્ધ કરી છે. પોતાના વક્તવ્યની પુષ્ટિ માટે જગ્યા જગ્યાએ ‘તથાદિ', “યહુમ', ‘તથા', “', “માદ '“તકુફ્રેમ્', “વલાદ વગેરે શબ્દો સાથે અનેક ઉદ્ધરણો આપ્યાં છે. આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સિદ્ધિ કરતાં વિશેષાવશ્યકભાષ્યની એતવિષયક અનેક ગાથાઓ ઉદ્ધત કરી છે. આત્માને અનુમાનગણ્ય બતાવતાં ટીકાકાર કહે છે : તથાડનુમાનમોડણાત્મા તથદિविद्यमानकर्तृकमिदं शरीरं भोग्यत्वाद्, ओदनादिवत्, व्योमकुसुमं विपक्षः, स च कर्ता जीव इति, नन्वोदनकर्तृवन्मूत आत्मा सिद्ध्यतीति साध्यविरुद्धो हेतुरिति, नैवं, संसारिणो મૂર્તત્વેનાથપ્પા , ગાદ -... અનુમાનધી પણ આત્માની સિદ્ધિ થાય છે તે અનુમાન આ મુજબ છે : આ શરીરનો કોઈ કર્તા જરૂર હોવો જોઈએ કારણ કે તે ભોગ્ય છે. જે ભોગ્ય હોય છે તેનો કોઈ કર્તા અવશ્ય હોય છે જેમકે ઓદન-ભાતનો કર્તા રસોઈયો. જેનો કોઈ કર્તા નથી હોતો તે ભોગ્ય પણ નથી હોતું જેમકે આકાશકુસુમ. આ શરીરનો જે કર્યા છે તે જ આત્મા છે. જો કોઈ એમ કહે કે રસોઈયાની જેમ આત્માની પણ મૂર્તતા સિદ્ધ થાય છે અને એવી સ્થિતિમાં પ્રસ્તુત હેતુ સાધ્યવિરુદ્ધ
૧. (અ) આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૮-૨૦.
(આ) રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, સન ૧૮૮૦. (6) માણેકલાલ ચુનીલાલ તથા કાન્તિલાલ ચુનીલાલ, અમદાવાદ, સન્ ૧૯૩૭ (દ્વિતીય
સંસ્કરણ). ૨. અમદાવાદ-સંસ્કરણ, પૃ. ૧૦ (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org