________________
શીલાંકકૃત વિવરણ
૩૫૫ કિલ્લાથી ઘેરાયેલું ક્ષેત્ર ખેટ કહેવાય છે. નાના કિલ્લાથી વેષ્ટિત ક્ષેત્ર કર્બટ કહેવાય છે. જેની આસપાસ અઢી કોસ દૂર સુધી અન્ય ગ્રામ ન હોય તે મડમ્બ કહેવાય છે. પત્તન બે પ્રકારનું છે : જલપત્તન અને સ્થલપત્તન. કાનનદ્વીપ વગેરે જલપત્તન છે. મથુરા વગેરે સ્થલપત્તન છે. જળ અને સ્થળનાં આવાગમનનાં કેન્દ્રોને દ્રોણમુખ (બંદર) કહે છે. ભરુકચ્છ, તામ્રલિપ્તિ વગેરે આ જ પ્રકારનાં સ્થાન છે. સુવર્ણ વગેરેના કોષને આકર કહે છે. તપસ્વીઓનાં વાસસ્થાન આશ્રમ કહેવાય છે. યાત્રીઓના સમુદાય અથવા સામાન્ય જનસમૂહને સન્નિવેશ કહે છે. વ્યાપારી વર્ગની વસતિ નૈગમ કહેવાય છે. રાજાનાં મુખ્ય સ્થાન–પીઠિકા-સ્થાનને રાજધાની કહે છે.
દ્વિતીય શ્રુતસ્કન્ધના વ્યાખ્યાનનાં પ્રારંભે વિવરણકારે ફરી મધ્ય મંગલ કરતાં ત્રણ શ્લોક લખ્યા છે તથા ચતુર્ંડાત્મક દ્વિતીય શ્રુતસ્કન્ધની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે. આ શ્રુતસ્કન્ધનું નામ અગ્રશ્રુતસ્કન્ધ કેમ રાખવામાં આવ્યું, તેનો પણ નિર્યુક્તિની સહાયથી વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ અને દ્વિતીય બંને શ્રુતસ્કન્ધોનાં વિવરણના અંતે સમાપ્તિસૂચક શ્લોક છે. દ્વિતીય શ્રુતસ્કન્ધના અંતે માત્ર એક શ્લોક છે જેમાં આચાર્યે આચારાંગની ટીકા રચવાથી પ્રાપ્ત સ્વપુણ્યને લોકની આચારશુદ્ધિ માટે પ્રદાન કર્યું છે :
आचारटीकाकरणे यदाप्त, पुण्यं मया मोक्षगमैकहेतुः ।
तेनापनीयाशुभराशिमुच्चैराचारमार्गप्रवणोऽस्तु लोकः ॥ પ્રથમ શ્રુતસ્કન્ધના અંતે ચાર શ્લોક છે જેમાં એમ બતાવવામાં આવ્યું છે કે શીલાચાર્યે ગુપ્ત સંવત ૭૭૨ના ભાદ્રપદ શુક્લા પંચમીના દિવસે ગંભૂતામાં પ્રસ્તુત ટીકા પૂર્ણ કરી. આચાર્યે ટીકામાં રહેલી ત્રુટિઓનું સંશોધન કરી લેવાની પણ નમ્રતાપૂર્વક સૂચના આપી છે અને આ ટીકાની રચનાથી પ્રાપ્ત પુણ્યથી જગતમાં સદાચાર-વૃદ્ધિની કામના કરી છે :
द्वासप्तत्यधिकेषु हि शतेषु सप्तसु गतेषु गुप्तानाम् । संवत्सरेषु मासि च भाद्रपद शुक्लपञ्चम्याम् ॥१॥ शीलाचार्येण कृता गम्भूतायां स्थितेन टीकैषा। . सम्यगुपयुज्य शोध्यं मात्सर्यविनाकृतैरायः ॥ २ ॥ कृत्वाऽऽचारस्य मया टीका यत्किमपि सञ्चितं पुण्यम् । तेनाप्नुयाज्जगदिदं निर्वृतिमतुलां सदाचारम् ॥ ३ ॥
૧. પૃ. ૩૧૮.
૨. પૃ. ૪૩૧ (૨).
૩. પૃ. ૩૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org