________________
હરિભદ્રકૃત વૃત્તિઓ
૩૩૩ પ્રતિજ્ઞાનું સ્મરણ થઈ આવ્યું. તેઓ કહેવા લાગ્યા – “માતાજી ! તમે મને પોતાનો શિષ્ય બનાવો અને આ ગાથાનો અર્થ સમજાવવાની કૃપા કરો.” આ સાંભળીને જૈન આર્યા મહત્તરાએ નમ્રતાપૂર્વક કહ્યું કે પુરુષોને શિષ્ય બનાવવા તથા અર્થ સમજાવવો અમારું કાર્ય નથી. જો તમારી શિષ્ય બનવાની તથા ગાથાનો અર્થ સમજવાની ઈચ્છા હોય તો સાંભળો. આ જ નગરમાં અમારા ધર્માચાર્ય જિનભટ છે. તેઓ તમારી ઈચ્છા પૂરી કરશે. હરિભદ્ર તો પોતાની પ્રતિજ્ઞા અનુસાર આ જ આર્યાના શિષ્ય બનવા માગતા હતા પરંતુ મહત્તરાના અત્યંત આગ્રહને કારણે તેઓ આ આજ્ઞાને ગુરુની આજ્ઞા સમાન જ સમજીને તે જ સમયે આચાર્ય જિનભટ પાસે પહોંચ્યા. સાથે આર્યા મહત્તરા પણ હતી. માર્ગમાં તે જ જિનમંદિર આવ્યું જેણે હરિભદ્રને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા. આ સમયે હરિભદ્રની મનઃસ્થિતિ બદલાઈ ચૂકી હતી. જિનપ્રતિમા જોઈને તેઓ કહેવા લાગ્યા – “વપુરેવ તવાડડ ભવન ! વીતતા” ” પહેલાં જ્યાં “પષ્ટ મિષ્ટપોનનમ્' યાદ આવ્યું હતું ત્યાં હવે માન્ ! વીરતાનું યાદ આવી રહ્યું હતું. આર્યા મહત્તરા અને હરિભદ્ર આચાર્ય જિનભટ પાસે પહોંચ્યાં. આચાર્યે હરિભદ્રને દીક્ષિત કરીને પોતાનો શિષ્ય બનાવી દીધો. હવે તેઓ ધર્મપુરોહિત બનીને સ્થાને-સ્થાને ભ્રમણ કરતાં જૈનધર્મનો પ્રચાર કરવા લાગ્યા.
પ્રભાવકચરિતમાં વર્ણિત ઉપર્યુક્ત ઉલ્લેખ અનુસાર હરિભદ્રના દીક્ષાગુરુ આચાર્ય જિનભટ જણાય છે પરંતુ હરિભદ્રના પોતાના ઉલ્લેખોથી એવું ફલિત થાય છે કે જિનભટ તેમના ગચ્છાતિ ગુરુ હતા; જિનદત્ત દીક્ષાકારી ગુરુ હતા; યાકિની મહત્તરા ધર્મજનની અર્થાતુ ધર્મમાતા હતી; તેમનું કુળ વિદ્યાધર તથા સંપ્રદાય સિતાંબર-શ્વેતાંબર હતો.'
આચાર્ય હરિભદ્રકૃત ગ્રંથ-સૂચીમાં નિમ્ન ગ્રંથો સમાવિષ્ટ છે –
૧. અનુયોગદ્વારસૂત્રવૃત્તિ, ૨. અનેકાન્તજયપતાકા (સ્વોપજ્ઞ ટીકા સહિત), ૩. અનેકાન્તપ્રઘટ્ટ, ૪. અનેકાન્તવાદપ્રવેશ, ૫. અષ્ટક, ૬. આવશ્યકનિર્યુક્તિ લઘુટીકા, ૭. આવશ્યકનિર્યુક્તિબૃહદ્દીકા, ૮. ઉપદેશપદ, ૯. કથાકોષ, ૧૦. કર્મસ્તવવૃત્તિ, ૧૧. કુલક, ૧૨. ક્ષેત્રસમાસવૃત્તિ, ૧૩. ચતુર્વિશતિસ્તુતિસટીક, ૧૪, ચૈત્યવંદનભાષ્ય, ૧૫. ચૈત્યવંદનવૃત્તિ-લલિતવિસ્તરા, ૧૬. જીવાભિગમ
૧. આવશ્યક-નિર્યુક્તિ-ટીકાના અંતે જુઓ:
'समाप्ता चेयं शिष्यहिता नाम आवश्यकटीका । कृतिः सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोः अल्पमते: આવાર્થરિદ્રવ્ય !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org