SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ આગમિક વ્યાખ્યાઓ પ્રતિષ્ઠિત હોવાથી તથા અનેક વિદ્યામાં પારંગત હોવાના કારણે તેમનો સર્વત્ર સમાદર થતો હતો. આ સમાદર તથા પ્રતિષ્ઠાને કારણે હરિભદ્રને કંઈક અભિમાન થઈ ગયું હતું. તેઓ સમજવા લાગ્યા હતા કે આ સમસ્ત ભૂખંડ પર કોઈ એવો પંડિત નથી જે મારી – અરે મારી શું, મારા શિષ્યની પણ બરાબરી કરી શકે. હરિભદ્ર પોતાના હાથમાં જંબૂ વૃક્ષની એક ડાળી રાખતા હતા તેનાથી એમ સૂચિત થઈ શકે કે સમસ્ત જંબૂદ્વીપમાં તેમના જેવો કોઈ નથી. એટલું જ નહિ, તેઓ પોતાના પેટ પર એક સ્વર્ણપટ્ટ પણ બાંધી રાખતા હતા જેનાથી લોકોને એમ ખબર પડે કે તેમનામાં પેટ ફાટી જાય એટલું જ્ઞાન ભરેલું છે. હરિભદ્ર એક પ્રતિજ્ઞા પણ કરી રાખી હતી કે “જેનાં કથનનો અર્થ હું ન સમજી શકું તેનો શિષ્ય બની જઈશ.” એક દિવસ પુરોહિતપ્રવર હરિભદ્ર ભટ્ટ પાલખી પર બેસીને બજારમાં ઘૂમતા હતા. પાલખીની આગળ-પાછળ “સરસ્વતીકંઠાભરણ”, “વૈયાકરણપ્રવણ', ન્યાયવિદ્યાવિચક્ષણ”, “વાદિમતંગજકેસરી', ‘વિપ્રજનનરકેસરી વગેરે બિરદાવલી ગૂંજી રહી હતી. માર્ગમાં સર્વત્ર શાંતિ હતી. અચાનક લોકોમાં નાસભાગ ચાલુ થઈ ગઈ. ચારે તરફથી “ભાગો, દોડો, પકડો'નો અવાજ આવવા લાગ્યો. હરિભદ્ર પાલખીમાંથી મોટું બહાર કાઢીને જોયું તો ખબર પડી કે એક પ્રચંડ કૃષ્ણકાય હાથી ગાંડો થઈ ગયો છે અને લોકોને કચડતો આગળ વધતો જઈ રહ્યો છે. આ જોઈને પાલખી ઉપાડનાર લોકો પણ ભાગી ગયા. હરિભદ્ર બીજો કોઈ ઉપાય ન જોતાં પાલખીમાંથી નીકળીને પાસેના એક જિનમંદિરમાં ઘૂસી ગયા. એ જ વખતે તેમને હતિના તાક્યમનોકપિ ને છેલ્ નૈતિની નિરર્થકતાનો અનુભવ થયો. મંદિરમાં સ્થિત જિનપ્રતિમાને જોઈને તેનો ઉપહાસ કરતાં તે કહેવા લાગ્યા – "वपुरेव तवाऽऽचष्टे स्पष्टं मिष्टान्न भोजनम् ।" એક દિવસ ભટ્ટ હરિભદ્ર રાજમહેલમાંથી પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. માર્ગમાં એક જૈન ઉપાશ્રય હતો. ઉપાશ્રયમાં બેસીને સાધ્વીઓ સ્વાધ્યાય કરી રહી હતી. સંયોગવશ આજ ભટ્ટજીના કાનમાં એક ગાથા – આર્યાનો અવાજ ગયો. તેમણે તેનો અર્થ સમજવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. ભટ્ટજી બોલ્યા – “માતાજી! આપે તો આ ગાથામાં ખૂબ ચકચકાટ કર્યો.” સાધ્વીએ ખૂબ નમ્રતા તથા કુશળતા સાથે ઉત્તર આપ્યો : “શ્રીમાન્ ! નવું નવું તો એવું જ લાગે'. આ સાંભળીને ભટ્ટજીનું મિથ્યા અભિમાન ઓગળી ગયું. તેમને પોતાની ૧. વક્રીજુ પિળ પણ વળ નવો વી. केसव चक्की केसव दु चक्की केसव चक्की य ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy