________________
૩૩૪ *
આગમિક વ્યાખ્યાઓ લઘુવૃત્તિ, ૧૭. જ્ઞાનપંચકવિવરણ, ૧૮, જ્ઞાનાદિત્યપ્રકરણ, ૧૯, દશવૈકાલિકઅવચૂરિ, ૨૦. દશવૈકાલિકબૃહટ્ટીકા, ૨૧. દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, ૨૨. દ્વિજવદનચપેટા (વેદાંકુશ), ૨૩. ધર્મબિંદુ, ૨૪. ધર્મલાભસિદ્ધિ, ૨૫. ધર્મસંગ્રહણી, ૨૬. ધર્મસારમૂલટીકા, ૨૭. પૂર્યાખ્યાન, ૨૮, નંદીવૃત્તિ, ૨૯. ન્યાયપ્રવેશસૂત્રવૃત્તિ, ૩૦. ન્યાયવિનિશ્ચય, ૩૧. ન્યાયામૃતતરંગિણી, ૩૨. ન્યાયાવતારવૃત્તિ, ૩૩. પંચનિર્ઝબ્ધિ, ૩૪. પંચલિંગી, ૩૫. પંચવસ્તુ સટીક, ૩૬. પંચસંગ્રહ, ૩૭. પંચસૂત્રવૃત્તિ, ૩૮. પંચસ્થાનક, ૩૯. પંચાશક, ૪૦. પરલોકસિદ્ધિ, ૪૧. પિંડનિર્યુક્તિવૃત્તિ (અપૂર્ણ), ૪૨. પ્રજ્ઞાપના પ્રદેશવ્યાખ્યા, ૪૩. પ્રતિષ્ઠાકલ્પ, ૪૪. બૃહન્મિથ્યાત્વમંથન, ૪૫. મુનિપતિચરિત્ર, ૪૬. યતિદિનકૃત્ય, ૪૭. યશોધરચરિત્ર, ૪૮. યોગદષ્ટિસમુચ્ચય, ૪૯. યોગબિંદુ, ૫૦. યોગશતક, ૫૧. લગ્નશુદ્ધિ (લગ્નકુંડલિ), પ૨. લોકતત્ત્વનિર્ણય, ૫૩. લોકબિંદુ, ૫૪. વિંશતિ (વિશતિવિંશિકા), ૫૫. વીરસવ, પ૬. વીરાંગદકથા, ૫૭. વેદબાહ્યતાનિરાકરણ, ૫૮. વ્યવહારકલ્પ, પ૯. શાસ્ત્રવાર્તાસમુચ્ચય સટીક, ૬૦. શ્રાવકપ્રજ્ઞક્ષિવૃત્તિ, ૬૧. શ્રાવકધર્મતત્ર, ૬૨. પદર્શનસમુચ્ચય, ૬૩. ષોડશક, ૬૪. સંકિ.પચાસી, ૬૫. સંગ્રહણીવૃત્તિ, ૬૬. સંપંચાસિત્તરી, ૬૭. સંબોધસિત્તરી, ૬૮. સંબોધપ્રકરણ, ૬૯. સંસારદાવાતુતિ, ૭૦, આત્માનુશાસન, ૭૧. સમરાઈઐકયા, ૭૨. સર્વસિદ્ધિપ્રકરણ સટીક, ૭૩. સ્યાદ્વાદકુચોદ્યપરિહાર.'
કહેવામાં આવે છે કે આચાર્ય હરિભદ્ર ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. આનું કારણ બતાવતાં કહેવામાં આવ્યું છે કે ૧૪૪૪ બૌદ્ધોનો સંહાર કરવાના સંકલ્પનાં પ્રાયશ્ચિત્તરૂપે તેમના ગુરુએ તેમને ૧૪૪૪ ગ્રંથ લખવાની આજ્ઞા કરી હતી. સમરાઈઐકહાના અંતમાં કહેવામાં આવ્યું છે :
एयं जिणदत्तायरियस्स उ अवयवभूएण चरियमिणं । जं विरइऊण पुन्नं महाणुभावचरियं मए पत्तं ।
तेणं गुणाणुराओ होइ इहं सव्वलोयस्स ॥ આ ઘટનાનો ઉલ્લેખ રાજશેખરસૂરિએ પોતાના ચતુર્વિશતિપ્રબન્ધ અને મુનિ ક્ષમાલ્યાણે પોતાની ખરતરગચ્છપટ્ટાવલીમાં પણ કર્યો છે. આ ગ્રંથોમાંથી કેટલાક ગ્રંથ પચાસ શ્લોકપ્રમાણ પણ છે. આ પ્રકારના “પંચાશક' નામના ૧૯ ગ્રંથ આચાર્ય હરિભદ્ર લખ્યા છે જે આજે પંચાશક નામના એક જ ગ્રંથમં સમાવિષ્ટ છે. આ જ રીતે સોળ શ્લોકોના ષોડશક, વીસ શ્લોકોની વિશિકાઓ પણ છે. તેમની એક સ્તુતિ “સંસારદાવા' તો માત્ર ચાર શ્લોકપ્રમાણ જ છે. આ રીતે આચાર્ય હરિભદ્રની ગ્રંથ સંખ્યામાં વધારે વૃદ્ધિ કરી શકાય. ૧. જૈનદર્શન (અનુવાદ-પં. બેચરદાસ) : પ્રસ્તાવના, પૃ. ૪૫-૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org