________________
નિશીથ-વિશેષચૂર્ણિ
૩૧૩
અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે સાધુ આ સ્થાનોમાં એકલી સ્ત્રી સાથે વિહાર વગેરે ન કરે.
રાત્રિ સમયે સ્વજન વગેરે સાથે રહેવાનો પ્રતિષેધ કરતાં આચાર્ય કહે છે કે જે સાધુ સ્વજન, અસ્વજન, શ્રાવક, અશ્રાવક વગેરે સાથે અર્ધ રાત્રિ અથવા ચતુર્થાંશ રાત્રિ અથવા પૂર્ણ રાત્રિ પર્યંત રહે છે અથવા રહેનારનું સમર્થન કરે છે તેના માટે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. આ જ રીતે રાત્રિ સમયે ભોજનનાં અન્વેષણ, ગ્રહણ વગેરે માટે પણ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે.
કે
નવમ ઉદ્દેશ :
અષ્ટમ ઉદેશના અંતિમ સૂત્રમાં ભોજન અર્થાત્ પિંડનો વિચાર કરવામાં આવ્યો છે. નવમ ઉદેશના પ્રારંભમાં પણ આ જ વિષય પર થોડો પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘નો મિત્રવૂ યપિંડ ોહફ...... ‘ને મિલ્લૂ રાયવિંડ મુંનફ.....' (સૂ૦ ૧-૨)નું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકા૨ એ વાતનો વિચાર કરે છે કે સાધુએ કઈ રીતે રાજાને ત્યાંથી પિંડ ગ્રહણ ન કરવો જોઈએ ? જે મૂર્ખાભિષિક્ત છે અર્થાત્ જેનો મુખ્યરૂપે અભિષેક કરવામાં આવ્યો છે તથા જે સેનાપતિ, અમાત્ય, પુરોહિત, શ્રેષ્ઠિ અને સાર્થવાહ સહિત રાજ્યનો ભોગ કરે છે તેનો પિંડ સાધુ માટે વર્જિત છે. બાકી રાજાઓના વિષયમાં નિષેધનો એકાંત નિયમ નથી અર્થાત્ જ્યાં દોષ પ્રતીત થાય ત્યાંનો પિંડ વર્જિત છે, જ્યાં દોષ ન હોય ત્યાંનો ગ્રહણીય છે. રાજપિંડ આઠ પ્રકારનો છે જેમાં ભોજન સિવાય અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તે આઠ પ્રકાર આ છે ઃ ચાર પ્રકારનો આહાર – અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછનક.૩
સાધુને રાજાનાં અંતઃપુરમાં પ્રવેશ કરવાની મનાઈ કરતાં આચાર્યે ત્રણ પ્રકારનાં અંતઃપુરોનું વર્ણન કર્યું છે : જીર્ણાન્તઃપુર, નવાન્તઃપુર અને કન્યકાન્તઃપુર. જેનું યૌવન નષ્ટ થઈ જાય છે તથા જે ભોગને અયોગ્ય થઈ જાય છે તેવી સ્ત્રીઓ જીર્ણાન્તઃપુરમાં રહે છે. જેમનામાં યૌવન ટક્યું હોય તથા જે ભોગના કામમાં લેવામાં આવે છે તે નવાન્તઃપુરમાં વાસ કરે છે. રાજકન્યાઓ જ્યાં સુધી યૌવનને પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી તેમનો સંગ્રહ કન્યકાન્તઃપુરમાં કરવામાં આવે છે. તેમાંથી પ્રત્યેકના ક્ષેત્રની દૃષ્ટિએ બે ભેદ કરવામાં આવે છે : સ્વસ્થાનસ્થ અને પરસ્થાનસ્થ.
૧. પૃ. ૪૩૩. ૨. પૃ. ૪૪૧.
Jain Education International
૩. પૃ. ૪૪૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org