SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨ આગમિક વ્યાખ્યાઓ तुडियं बाहुरक्खिया, तिण्णि सरातो तिसरियं, वालंभा मउडादिसु ओचूला, आगारीण वा गलोलइया, नाभिं जा गच्छइ सा पलंबा, सा य उलंवा भण्णति । अट्ठारसलयाओ हारो, णवसु अड्डहारो, विचित्तेहिं एगसरा एगावली, मुत्तएहिं मुत्तावली, सुवण्णमणिएहिं ગાવતી, યહૂં ચાવતી, ૩ સુવઇગો પટ્ટો, ત્રિભુ મુહુર: ! આમાં કુંડલ, ગુણ, મણિ, તુડિય, તિસરિય, વાલંભા, પલંબા, હાર, અર્થહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પટ્ટ અને મુકુટ – આ આભૂષણોનું સ્વરૂપવર્ણન છે. 'जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरं पसु-जायं वा पक्खिजायं વા...મતિન.... (સૂ. ૮૪)નું વિવેચન કરતાં આચાર્યે પશુપક્ષીનાં આલિંગન વગેરેનો નિષેધ કર્યો છે તથા આલિંગન, પરિધ્વજન, ચુંબન, છેદન અને વિચ્છેદનરૂપ કામ-ક્રીડાઓનું સ્વરૂપ બતાવ્યું છે. તે આ મુજબ છે : માતાનું મ્યુશન, ૩પદિ परिष्वजनं, मुखेन चुंबनं, दंतादिभिः सकृत् छेदनं, अनेकशो विच्छेदः, विविधप्रकारो वा છેઃ વિચ્છેઃ સામાન્ય રીતે સ્પર્શ કરવો તે આલિંગન છે. ગાઢ આલિંગનનું નામ પરિધ્વજન અથવા ઉપગૃહન છે. ચુંબન મુખથી કરવામાં આવે છે. દાંત વગેરેથી એક વાર કાપવું તે છેદન તથા અનેક વાર કાપવું અથવા અનેક રીતે કાપવું તે વિચ્છેદન છે. અષ્ટમ ઉદેશ : સપ્તમ ઉદેશનાં અંતિમ સૂત્રમાં સ્ત્રી અને પુરુષના આકારોના વિષયમાં કેટલીક આવશ્યક વાતો કહેવામાં આવી છે. અષ્ટમ ઉદેશના પ્રારંભના સૂત્રમાં તે બતાવવામાં આવ્યું છે કે એકલો સાધુ એકલી સ્ત્રી સાથે વિહાર, સ્વાધ્યાય વગેરે ન કરે જેનાથી કામકથા વગેરેનો અવસર પ્રાપ્ત ન થાય. કામકથા લૌકિક અને લોકોત્તર ભેદ બે પ્રકારની હોય છે. નરવાહનદત્તકથાદિ લૌકિક કામકથાઓ છે. તરંગવતી, મલયવતી, મગધસેન વગેરેની કથાઓ લોકોત્તર કામકથાનાં ઉદાહરણ છે. ને બિહૂ જ્ઞાતિ ના ૩m/M-હિંસિ વા.... (સૂ. ૨-૯) વગેરે સૂત્રોની વ્યાખ્યામાં ઉદ્યાન, ઉદ્યાનગૃહ, ઉદ્યાનશાળા, નિર્માણ, નિર્માણગૃહ, નિર્યાશાળા, અટ્ટ, અટ્ટાલક, ચરિકા, પ્રાકાર, દ્વાર, ગોપુર, દક, દકમાર્ગ, દકપથ, દકતીર, દકસ્થાન, શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, કોઠાગાર, તૃણગૃહ, તૃણશાળા, તુષગૃહ, તુષશાળા, છૂસગૃહ, છુસશાળા, પર્યાયગૃહ, પર્યાયશાળા, કર્માન્તગૃહ, કર્માન્તશાળા, મહાગૃહ, મહાકુળ, ગોગૃહ અને ગૌશાળાનો ૧, પૃ. ૩૯૮. ૨, પૃ. ૪૧૧. 3, પૃ. ૪૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy