________________
નિશીથ-વિશેષચૂર્ણિ
૨૯૯ પાંચ વસ્તુઓ તરફ નિર્દેશ કર્યો છે આચાર, અગ્ર, પ્રકલ્પ, ચૂલિકા અને નિશીથ.૧ આ બધાનો નિક્ષેપ-પદ્ધતિએ વિચાર કરતાં નિશીથનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે : નિશીથ રૂતિ કર્થ: નિક-રૂપવરસ્થ વા મતિ –
जं होति अप्पगासं, तं तु णिसीहंति लोगसंसिद्धं ।
जं अप्पगासधम्मं, अण्णं पि तयं निसीधं ति ॥ जमिति अणिदिटुं । होति भवति । अप्पगासमिति अंधकारं । जकारणिद्देसे तगारो होइ । सदस्स अवहारणत्थे तुगारो । अप्पगासवयणस्स णिण्णयत्थे णिसीहंति । लोगे वि सिद्धं णिसीहं अप्पगासं । जहा कोइ पावासिओ पओसे आगओ, परेण बितिए दिणे पुच्छिओ'कल्ले के वेलमागओ सि? भणति 'णिसीहे ત્તિ સાહિત્ય: ર નિશીથનો અર્થ છે અપ્રકાશ અર્થાત અંધકાર. અપ્રકાશિત વચનોના નિર્ણય માટે નિશીથસૂત્ર છે. લોકમાં પણ નિશીથનો પ્રયોગ રાત્રિ-અંધકાર માટે થાય છે. આ જ રીતે નિશીથના કર્મપકનિષદન વગેરે અન્ય અર્થ પણ કરવામાં આવ્યા છે. ભાવપકનું નિષદન ત્રણ જાતનું થાય છે : ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ. જેના દ્વારા અષ્ટવિધ કર્માંક શાંત કરવામાં આવે તે નિશીથ છે.
આચારનું વિશેષ વિવેચન કરતાં ચૂર્ણિકારે નિર્યુક્તિ-ગાથાને ભદ્રબાહુસ્વામિકૃત બતાવી છે. આ ગાથામાં ચાર પ્રકારના પુરુષ-પ્રતિસેવક બતાવવામાં આવ્યા છે જે ઉત્કૃષ્ટ, મધ્યમ અથવા જઘન્ય કોટિના હોય છે. આ પુરુષોનું વિવિધ અંગો સાથે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ જ રીતે સ્ત્રી અને નપુંસક-પ્રતિસેવકોનું પણ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ બધું નિશીથના વ્યાખ્યાન પછી કરવામાં આવેલા આચારવિષયક પ્રાયશ્ચિત્તના વિવેચન અંતર્ગત છે. પ્રતિસેવકનું વર્ણન સમાપ્ત કર્યા પછી પ્રતિસેવના અને પ્રતિસેવિતવ્યનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. પ્રતિસેવનાના સ્વરૂપવર્ણનમાં અપ્રમાદપ્રતિસેવના, સહસાકરણ, પ્રમાદપ્રતિસેવના, ક્રોધાદિ કષાય, વિરાધનાત્રિક, વિકથા, ઈન્દ્રિય, નિદ્રા વગેરે અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નિદ્રા-સેવનની મર્યાદા તરફ નિર્દેશ કરતાં ચૂર્ણિકારે એક શ્લોક ઉદ્ધત કર્યો છે જેમાં એમ બતાવવામાં આવ્યું છે કે આળસ, મૈથુન, નિદ્રા, સુધા અને આક્રોશ – આ પાંચે સેવન કરતા રહેવાથી બરાબર વધતાં જાય છે : ..
૧. ભાષ્યગાથા ૩. ૨. પૃ. ૩૪. ૪. સા બદ્વાદુમિ-તા – પૃ. ૩૮.
૩. પૃ. ૩૪-૫. ૫. પૃ. ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org