________________
એકાદશ પ્રકરણ
નિશીથ-વિશેષચૂર્ણિ જિનદાસગણિકૃત પ્રસ્તુત ચૂર્ણિ મૂલ સૂત્ર, નિર્યુક્તિ તથા ભાષ્યગાથાઓનાં વિવેચનરૂપે છે. આની ભાષા અલ્પ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત છે. પ્રારંભમાં પીઠિકા છે જેમાં નિશીથની ભૂમિકારૂપે તત્સમ્બદ્ધ આવશ્યક વિષયોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ ચૂર્ણિકારે અરિહંતાદિને નમસ્કાર કર્યા છે તથા નિશીથચૂલાનાં વ્યાખ્યાનનો સંબંધ બતાવ્યો છે :
नमिऊणऽरहंताणं, सिद्धाण च कम्मचक्कमुक्काणं । सयणसिनेहविमुक्काण, सव्वसाहूण भावेण ॥ १ ॥ सविसेसायरजुत्तं, काउं पणामं च अत्थदायिस्स । पज्जुण्णखमासमणस्स, चरण-करणाणुपालस्स ॥२॥ एवं कयप्पणामो, पकप्पणामस्स विवरणं वन्ने । पुव्वायरियकयं चिय, अहं पि तं चेव उ विसेसा ॥३॥ भणिया विमुत्तिचूला, अहुणावसरो णिसीहचूलाए ।
को संबंधो तस्सा, भण्णइ इणमो णिसामेहि ॥४॥ આ ગાથાઓમાં અરિહંત, સિદ્ધ અને સાધુઓને સામાન્યરૂપે નમસ્કાર કરવામાં આવ્યા છે તથા પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને અર્થદાતા રૂપે વિશેષ નમસ્કાર કરવામાં આવ્યા છે. નિશીથનું બીજું નામ પ્રકલ્પ પણ બતાવવામાં આવ્યું છે. પીઠિકા : - પ્રારંભમાં ચૂલાઓનું વિવેચન કરતાં ચૂર્ણિકારે બતાવ્યું છે કે ચૂલા છ પ્રકારની હોય છે. તેનું વર્ણન જે રીતે દશવૈકાલિકમાં કરવામાં આવ્યું છે તે જ રીતે અહીં પણ કરી લેવું જોઈએ. આનાથી સાબિત થાય છે કે નિશીથચૂર્ણિ દશવૈકાલિકચૂર્ણિની પછી રચવામાં આવી છે. તે પછી આચારનું સ્વરૂપ બતાવતાં આચાર્ય આચારાદિ
૧. સંપાદક-ઉપાધ્યાય શ્રી અમરચન્દ્રજી તથા મુનિ શ્રી કનૈયાલાલજી, પ્રકાશક-સન્મતિ જ્ઞાનપીઠ,
લોહામંડી, આગરા, સન્ ૧૯૫૭-૧૯૬૦. નિશીથ : એક અધ્યયન–પં. દલસુખ માલવણિયા,
સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, સન્ ૧૯૫૯. ૨. સ ચ છત્રિદા – ગદા રસયાતિબળિયા તરી મથવા ! – પ્રથમ ભાગ, પૃ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org