________________
૨૮૦
આગમિક વ્યાખ્યાઓ
-
ગુણસ્થાન, પંદર પરમાધાર્મિક, સોળ અધ્યયન (સૂત્રકૃતના પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયન), સત્તર પ્રકારનો અસંયમ, અઢાર પ્રકારનું અબ્રહ્મ, ઉત્થિત વગેરે ઓગણીસ અધ્યયન, વીસ અસમાધિ-સ્થાન; એકવીસ શબલ (અવિશુદ્ધ ચારિત્ર), બાવીસ પરીષહ, ત્રેવીસ સૂત્રકૃતનાં અધ્યયન (પુંડરીક વગેરે), ચોવીસ દેવ, પચીસ ભાવનાઓ, છવ્વીસ ઉદ્દેશ (દશાશ્રુતસ્કન્ધના દસ, કલ્પ - બૃહત્કલ્પના છ અને વ્યવહારના દસ)†, સત્યાવીસ અનગાર-ગુણ, અઠ્યાવીસ પ્રકારનો આચારકલ્પ, ઓગણત્રીસ પાપશ્રુત, ત્રીસ મોહનીય-સ્થાન, એકત્રીસ સિદ્ધાદિગુણ, બત્રીસ પ્રકારનો યોગસંગ્રહ વગેરે વિષયોનું પ્રતિપાદન કર્યા પછી આચાર્યે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષ । બે પ્રકારની શિક્ષાઓનો ઉલ્લેખ કર્યો છે અને બતાવ્યું છે કે આસેવનશિક્ષાનુ વર્ણન તે જ રીતે કરવું જોઈએ જેવી રીતે ઓઘસામાચારી અને પદિવભાગસામાચારીમાં કરવામાં આવ્યું છે : આસેવસિવવા નથા ઓસામાયારીપ્ વિમાળસામાચારીણ્ ય વજ્જિત ાર શિક્ષાનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે અભયકુમારનું વિસ્તૃત વૃત્ત પણ આપવામાં આવ્યું છે. આ જ પ્રસંગે ચૂર્ણિકારે શ્રેણિક, ચેલ્લુંણા, સુલસા, કોણિક, ચેટક, ઉદાયી, મહાપદ્મનંદ, શકટાલ, વરુચિ, સ્થૂલભદ્ર વગેરે સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક આખ્યાનોનો સંગ્રહ કર્યો છે. અજ્ઞાતોપનતા, અલોભતા, તિતિક્ષા, આર્જવ, શુચિ, સમ્યગ્દર્શનવિશુદ્ધિ, સમાધાન, આચારોપગત્વ, વિનયોપગત્વ, ધૃતિમતિ, સંવેગ, પ્રણિધિ, સુવિધિ, સંવર, આત્મદોષોપસંહાર, પ્રત્યાખ્યાન, વ્યુત્સર્ગ, અપ્રમાદ, ધ્યાન, વેદના, સંગ, પ્રાયશ્ચિત્ત, આરાધના, આશાતના, અસ્વાધ્યાયિક, પ્રત્યુપેક્ષણા વગેરે પ્રતિક્રમણસંબંધી અન્ય આવશ્યક વિષયોનું દૃષ્ટાન્તપૂર્વક પ્રતિપાદન કરીને પ્રતિક્રમણ નામનાં ચતુર્થ અધ્યયનનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું છે. આત્મદોષોપસંહારનું વર્ણન કરતાં વ્રતની મહત્તા બતાવવા માટે આચાર્યે એક સુંદર શ્લોક ઉદ્ધૃત કર્યો છે જે અહીં આપવો અપ્રાસંગિક નહિ ગણાય. તે શ્લોક આ મુજબ છે :
वरं प्रविष्टं ज्वलितं हुताशनं न चापि भग्नं चिरसंचितं व्रम् । वरं हि मृत्युः परिशुद्धकर्मणो, न शीलवृत्तस्खलितस्य जीवितम् ॥ १ ॥
'
અર્થાત્ સળગતાં અગ્નિમાં પ્રવેશ કરી લેવો સારો છે પરંતુ ચિરસંચિત વ્રતનો ભંગ કરવો ઉચિત નથી. વિશુદ્ધકર્મશીલ થઈને મરી જેવું સારું છે પરંતુ શીલથી સ્ખલિત થઈને જીવવું યોગ્ય નથી.
૧. दस उद्देसणकाला दसाण कप्पस्स होंति छच्चेव । दस चेत्र य ववहारस्स होंति सव्वेवि छव्वीसं ॥ - ૨. પૃ. ૧૫૭-૮. ૩. પૃ. ૨૦૨.
Jain Education International
· પૃ. ૧૪૮,
For Private & Personal Use Only
www.jainelibrary.org