________________
આવશ્યકચૂર્ણિ
૨૭૯
પ્રતિજ્ઞામનુપાતયક્તિ તે વિ પંચ ાસથાવી ન વંતિબા । આગળ આચાર્યે કુશીલસંસર્ગત્યાગ, લિંગ, જ્ઞાન-દર્શન-ચારિત્રવાદ, આલંબનવાદ, વંઘવંદકસંબંધ, વંઘાવંદ્યકાલ, વંદનસંખ્યા, વંદનદોષ, વંદનફલ વગેરેનો દૃષ્ટાન્તપૂર્વક વિચાર કર્યો છે.
પ્રતિક્રમણ નામના ચતુર્થ અધ્યયનનું વિવેચન કરતાં ચૂર્ણિકાર કહે છે કે પ્રતિક્રમણનો શબ્દાર્થ છે પ્રતિનિવૃત્તિ. પ્રમાદવશ પોતાના સ્થાન(પ્રતિજ્ઞા)થી હટી અન્યત્ર ગયા પછી ફરી પોતાના સ્થાને પાછા ફરવાની જે ક્રિયા છે તે જ પ્રતિક્રમણ છે. આ જ વાત સ્પષ્ટ કરતાં આચાર્યે બે શ્લોક ઉષ્કૃત કર્યાં છે :
||
1
स्वस्थानाद्यत्परं स्थानं, प्रमादस्य वशाद् गतः 1 तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ १ क्षायोपशमिकाद्वापि, भावादौदयिकं ગત: તત્રાપિ ફ્રિ મેં વાર્થ:, પ્રતિકૂલામાત્ મૃતઃ ॥ ૨॥ આ જ રીતે ચૂર્ણિકારે પ્રતિક્રમણનું સ્વરૂપ સમજાવતાં એક પ્રાકૃત ગાથા પણ ઉષ્કૃત કરી છે જેમાં બતાવવામાં આવ્યું છે કે શુભ યોગમાં ફરી પ્રવર્તન કરવું તે પ્રતિક્રઋણ છે. તે ગાથા આ મુજબ છે :
पति पति पवत्तणं वा सुभेसु जोगेसु मोक्खफलदेसु । निस्सल्लस्स जतिस्सा जं तेणं तं पडिक्कमणं ॥ १ ॥
ચૂર્ણિકારે નિર્યુક્તિકારની જ માફક પ્રતિક્રમક, પ્રતિક્રમણ અને પ્રતિક્રાંતવ્ય – આ ત્રણે દૃષ્ટિઓથી પ્રતિક્રમણનું વ્યાખ્યાન કર્યું છે. આ જ રીતે પ્રતિચરણા, પરિહરણા, વારણા, નિવૃત્તિ, નિંદા, ગાઁ, શુદ્ધિ અને આલોચનાનું વિવેચન કરતાં આચાર્યે તત્તદ્વિષયક કથાનક પણ આપ્યાં છે. પ્રતિક્રમણસંબંધી સૂત્રનાં પદોનો અર્થ કરતાં કાયિક, વાચિક અને માનસિક અતિચાર, ઈર્યાપથિકી વિરાધના, પ્રકામશય્યા, ભિક્ષાચર્યા, સ્વાધ્યાય વગેરેમાં લાગનાર દોષોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આ જ પ્રસંગે ચાર પ્રકારની વિકથા, ચાર પ્રકારનું ધ્યાન, પાંચ પ્રકારની ક્રિયા, પાંચ પ્રકારના કામગુણ, પાંચ પ્રકારનાં મહાવ્રત, પાંચ પ્રકારની સમિતિ, પરિષ્ઠાપના, પ્રતિલેખના વગેરેનું અનેક આખ્યાનો તથા ઉદ્ધરણો સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એકાદાં ઉપાસકપ્રતિમાઓનું સ્વરૂપ સમજાવતાં ચૂર્ણિકારે ‘સ્ત્ય ઋષિ ગોવિ પાઢો વીતિ’૪ આ શબ્દો સાથે પાઠાંતર પણ આપ્યું છે. આ જ પ્રકારે દ્વાદશ ભિક્ષુપ્રતિમાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે : તેર ક્રિયાસ્થાન, ચૌદ ભૂતગ્રામ તથા
૧. પૃ. ૨૦.
૨. પૃ. પર.
૩. એજન.
૪. પૃ. ૧૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org