________________
આવશ્યકચૂર્ણિ
૨૮૧ પાંચમા અધ્યયન કાયોત્સર્ગની વ્યાખ્યાના પ્રારંભમાં ઘણચિકિત્સા(વળતિષ્ઠિા)નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ત્રણ બે પ્રકારના હોય છે : દ્રવ્યવ્રણ અને ભાવવ્રણ. દ્રવ્યવ્રણની ઔષધાદિથી ચિકિત્સા થાય છે. ભાવવ્રણ અતિચારરૂપ છે જેની ચિકિત્સા પ્રાયશ્ચિત્તથી થાય છે. આ પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છેઃ આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક. ચૂર્ણિનો મૂળ પાઠ આ મુજબ છે : તો ય વળી સુવિધોળે ભાવે य, दव्ववणो ओसहादीहिं तिगिच्छिज्जति, भाववणो संजमातियारो तस्स पायच्छित्तेण तिगिच्छणा, एतेणावसरेण पायच्छित्तं परूविज्जति । वणतिगिच्छा अणुगमो य, तं પછિ રસવિદ્દ... દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોનું વિશદ વર્ણન જીતકલ્પ સૂત્રમાં જોવું જોઈએ. કાયોત્સર્ગમાં કાય અને ઉત્સર્ગ બે પદ છે. કાયનો નિક્ષેપ નામ વગેરે બાર પ્રકારનો છે. ઉત્સર્ગનો નિક્ષેપ નામ વગેરે છ પ્રકારનો છે. કાયોત્સર્ગના બે ભેદ છેઃ ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિભાવકાયોત્સર્ગ. અભિભવકાયોત્સર્ગ હારીને અથવા હરાવીને કરવામાં આવે છે. ચેષ્ટાકાયોત્સર્ગ ચેષ્ટા અર્થાત્ ગમનાદિ પ્રવૃત્તિને કારણે કરવામાં આવે છે. હુણાદિથી પરાજિત થઈને કાયોત્સર્ગ કરવો તે અભિભાવકાયોત્સર્ગ છે. ગમનાગમનાદિને કારણે જે કાયોત્સર્ગ કરવામાં આવે છે તે ચેષ્ટાકાયોત્સર્ગ छ: सौ पुण काउस्सग्गो दुविधो-चेट्ठाकाउस्सग्गो य अभिभवकाउस्सग्गो य, अभिभवो णाम अभिभूतो वा परेण परं वा अभिभूय कुणति, परेणाभिभूतो, तथा हूणादिहिं अभिभूतो सव्वं सरीरादि वोसिरामिति काउस्सग्गं करेति, परं वा अभिभूय काउस्सग्गं करेति, जथा तित्थगरो देवमणुयादिणो अणुलोमपडिलोमकारिणो भयादी पंच अभिभूय काउस्सग्गं कातुं प्रतिज्ञां पूरेति, चेट्ठाकाउस्सग्गो चेट्ठातो निप्फण्णो जथा गमणागमणादिसु काउस्सग्गो કીતિ....... ર કાયોત્સર્ગના પ્રશસ્ત અને અપ્રશસ્ત આ બે અથવા ઉચ્છિત વગેરે નવ ભેદ પણ થાય છે. આ ભેદોનું વર્ણન કર્યા પછી શ્રુત, સિદ્ધ વગેરેની સ્તુતિનું વિવેચન કરવામાં આવ્યું છે તથા સામણાની વિધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કાયોત્સર્ગના દોષ, ફળ વગેરેનું વર્ણન કરીને પાંચમા અધ્યયનનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવ્યું છે.
છઠ્ઠા અધ્યયન પ્રત્યાખ્યાનની મૂર્ણિમાં પ્રત્યાખ્યાનના ભેદ, શ્રાવકના ભેદ, સમ્યક્તન. અતિચાર, શૂલપ્રાણાતિપાતવિરમણ અને તેના અતિચાર, સ્કૂલમૃષાવાદવિરમણ અને તેના અતિચાર, સ્થૂલ અદત્તાદાનવિરમણ અને તેના અતિચાર, સ્વદારસંતોષ અને પરદારપ્રત્યાખ્યાન તથા તત્સંબંધી અતિચાર, પરિગ્રહ પરિમાણ તથા તદ્વિષયક અતિચાર, ત્રણ ગુણવ્રત અને તેમના અતિચાર, ૧. પૃ. ૨૪૬ .
૨. પૃ. ૨૪૮. ૩. પૃ. ૨૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org