________________
આવશ્યકચૂર્ણિ
૨૭૫ માવંતો | ભગ શું છે ? આનો ઉત્તર આપતાં ચૂર્ણિકારે નિમ્ન શ્લોક ઉદ્ધત કર્યો
माहात्म्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः ।
धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतींगना ॥ १ ॥ સામાયિક નામક પ્રથમ આવશ્યકનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકારે સામાયિકનું બે દષ્ટિઓથી વિવેચન કર્યું છે : દ્રવ્યપરંપરાથી અને ભાવપરંપરાથી. દ્રવ્યપરંપરાની પુષ્ટિ માટે યાસાસાસા અને મૃગાવતીનાં આખ્યાનક આપ્યાં છે. આચાર્ય અને શિષ્યના સંબંધની ચર્ચા કરતાં નિમ્ન શ્લોક ઉદ્ધત કર્યો છે :
आचार्यस्यैव तज्जाड्यं, यच्छिष्यो नावबुध्यते ।
गावो गोपालके नैव, अतीर्थे नावतारिताः ॥ १ ॥ સામાયિકનો ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ વગેરે ર૬ કારોથી વિચાર કરવો જોઈએ, એ તરફ સંકેત કર્યા પછી આચાર્યે નિર્ગમારની ચર્ચા કરતાં ભગવાન મહાવીરના (મિથ્યાત્વાદિથી) નિર્ગમ તરફ સંકેત કર્યો છે તથા તેમના ભવોની ચર્ચા કરતાં ભગવાન ઋષભદેવના ધનસાર્થવાહ વગેરે ભવોનું વિવરણ આપ્યું છે. ઋષભદેવના જન્મ, વિવાહ, અપત્ય વગેરેનું બહુ વિસ્તારપૂર્વક વર્ણન કર્યા પછી તત્કાલીન શિલ્પ, કર્મ, લેખ વગેરે પર પણ સમુચિત પ્રકાશ પાડ્યો છે. ઋષભદેવના પુત્ર ભરતના દિગ્વિજયનું વર્ણન કરવામાં તો ચૂર્ણિકારે સાચે જ કમાલ કરી નાખી છે. યુદ્ધકલાના ચિત્રણમાં આચાર્ય સામગ્રી તથા શૈલી બંને દૃષ્ટિએ સફળતા પ્રાપ્ત કરી છે. ચૂર્ણિના આ એક જ અંશથી ચૂર્ણિકારના પ્રતિપાદન-કૌશલ તથા સાહિત્યિક અભિરુચિનો પરિચય મળી શકે છે. સૈનિક પ્રયાણનું એક દશ્ય જુઓ :
असिखेवणिखग्गचावणारायकणमकप्पणिसूललउडाभिंडिमालधणुतोणसरपहरणेहि य कालणीलरुहिरपीतसुविकल्ललअणेगचिंधसयसण्णिविटुं अफ्फोडितसीहणायच्छेलितहयहेसितहत्थिगुलुगुलाइतअणेगरहसयसहस्सधणधणेतणिहम्ममाणसद्दसहितेण जमगं समकं भंभाहोरंभकिणितखरमुहिमुदंगसंखीयपरिलिवव्वयपीरव्वायणिवंसवेणुवीणावियंचिमहतिकच्छभिरिगिसिगिकलतालकंसतालकर धाणुत्थिदेण संनिनादेण सकलमवि जीवलोगं पूरयंते ।
૩. એજન, પૃ. ૧૨૧.
૧. એજન, પૃ. ૮૫. ૨. એજન, પૃ. ૮૭-૯૧. ૪. જુઓ–આવશ્યકનિયુક્તિ, ગા. ૧૪૦-૧. ૫. આવશ્યકચૂર્ણિ (પૂર્વભાગ), પૃ. ૧૮૭.
Jalg ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org