________________
ચતુર્થ પ્રકરણ
આવશ્યકચૂર્ણિ આ ચૂર્ણિ" મુખ્યરૂપે નિર્યુક્તિનું અનુસરણ કરતાં લખવામાં આવી છે. ક્યાંકક્યાંક ભાષ્યની ગાથાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આની ભાષા પ્રાકૃત છે પરંતુ અહીં-તહીં સંસ્કૃતના શ્લોકો, ગદ્દાંશ તથા પંક્તિઓ ઉદ્ધત કરવામાં આવી છે. ભાષામાં પ્રવાહ છે. શૈલી પણ ઓજપૂર્ણ છે. કથાનકોની તો આમાં ભરમાર છે અને આ દૃષ્ટિએ આનું ઐતિહાસિક મૂલ્ય પણ અન્ય ચૂર્ણિઓથી વધારે છે. વિષય-વિવેચનનો જેટલો વિસ્તાર આ ચૂર્ણિમાં છે તેટલો અન્ય ચૂર્ણિઓમાં દુર્લભ છે. જે રીતે વિશેષાવશ્યકભાષ્યમાં પ્રત્યેક વિષય ઉપર સુવિસ્તૃત વિવેચન મળે છે, તે જ રીતે આમાં પણ પ્રત્યેક વિષયનું અતિ વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વિશેષ કરીને ઐતિહાસિક આખ્યાનોનાં વર્ણનમાં તો અંત સુધી દષ્ટિની વિશાળતા અને લેખનીની ઉદારતાનાં દર્શન થાય છે. આમાં ગોવિન્દનિયુક્તિ, ઓઘનિર્યુક્તિ (ત્યંતરે મોનિમ્નત્તિપુત્રી મણિયા નાવ સમતા), વસુદેવહિંડી વગેરે અનેક ગ્રંથોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
ઉપોદ્દાતચૂર્ણિના પ્રારંભમાં મંગલચર્ચા કરવામાં આવી છે અને ભાવમંગલ રૂપે જ્ઞાનનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાનના આવિષ્કારને નજરમાં રાખીને આવશ્યકનો નિક્ષેપ-પદ્ધતિએ વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્યાવશ્યક અને ભાવાવશ્યકના વિશેષ વિવેચન માટે અનુયોગદ્વાર સૂત્ર તરફ નિર્દેશ કરી દેવામાં આવ્યો છે. શ્રુતાવતારની ચર્ચા કરતાં ચૂર્ણિકાર કહે છે કે તીર્થકર ભગવાનમાં શ્રુતનો અવતાર થાય છે. તીર્થંકરો કોણ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર ચૂર્ણિકારે નિમ્ન શબ્દોમાં આપ્યો છે : નદિ પર્વ તંબગાણાસિંગુત્ત તિë યે તે તિત્થર મવંતિ,
अहवा तित्थं गणहरा तं जेहिं कयं ते तित्थकरा, अहवा तित्थं चाउव्वन्नो संघो तं जेहिं - ચં તે તિત્થર ! ભગવાની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે : મો ને આર્થીિ તે
૧. શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, પૂર્વભાગ, સન્ ૧૯૨૮, ઉત્તરભાગ,
સન્ ૧૯૨૯, ૨. પૂર્વભાગ, પૃ. ૩૧, ૨૪૧; ઉત્તરભાગ, પૃ. ૩૨૪. ૩. આવશ્યકચૂર્ણિ (પૂર્વભાગ), પૃ. ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org