________________
આગમિક વ્યાખ્યાઓ
ભરતનો રાજ્યાભિષેક, ભરત અને બાહુબલિનું યુદ્ધ, બાહુબલિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ઘટનાઓનું વર્ણન પણ આચાર્યે કુશળતાપૂર્વક કર્યું છે. આ રીતે ઋષભદેવસંબંધી વર્ણન સમાપ્ત કરતાં ચક્રવર્તી, વાસુદેવ વગેરેનો પણ થોડો પરિચય આપ્યો છે તથા અન્ય તીર્થંકરોનાં જીવન પર પણ આછો પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ એ પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરના પૂર્વભવના જીવ મરીચિએ કેવી રીતે ભગવાન ઋષભદેવ પાસેથી દીક્ષા ગ્રહણ કરી અને કેવી રીતે પરીષહોથી ભયભીત થઈને સ્વતંત્ર સંપ્રદાયની સ્થાપના કરી. આ વર્ણનમાં મૂળ વાતો તે જ છે જે આવશ્યકનિર્યુક્તિમાં છે.
૨૭૬
નિર્ગમદ્વારના પ્રસંગમાં આટલી લાંબી ચર્ચા થયા પછી ફરી ભગવાન મહાવીરનું જીવન-ચરિત્ર શરૂ થાય છે. મરીચિનો જીવ કેવી રીતે અનેક ભવોમાં ભ્રમણ કરીને બ્રાહ્મણકુંડ ગ્રામમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં આવે છે, કેવી રીતે ગર્ભાપહરણ થાય છે, કેવી રીતે રાજા સિદ્ધાર્થના પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે, કેવી રીતે તિર્થસુત વર્ધમાનનો જન્માભિષેક કરવામાં આવે છે વગેરે વાતોનું વિસ્તૃત વર્ણન કર્યો પછી આચાર્યે મહાવીરના કુટુંબનો પણ થોડો પિરચય આપ્યો છે. તે આ મુજબ છે :૨
समणे भगवं महावीरे कासवगोत्तेणं, तस्स णं ततो णामधेज्जा एवम् हिज्जंति, तंजहा-अम्मापिउसंतिए वद्धमाणे सहसंमुदिते समणे अयले भयभेरवाणं खंता पडिमा तपार अरतिरतिसहे दविए धितिविरियसंपन्ने परीसहोवसग्गसहे त्ति देवेहिं से कतं णामं समणे भगवं महावीरे । भगवतो माया चेडगस्स भगिणी, भोयी चेडगस्स धुआ, णाता णाम जे उसभसामिस्स सयाणिज्जगा ते णातवंसा, पित्तिज्जए सुपासे, जेठ्ठे भाता मंदिवद्धणे, भगिणी सुदंसणा, भारिया जसोया कोडिन्नागोत्तेणं, धूया कासवीगोत्तेणं तीसे दो नामधेज्जा, तं० - अणोज्जगित्ति वा पियदंसणाविति वा णत्तुई कोसीगोत्तेणं, तीसे दो નામધેન્ના (નયવતીતિ વા) સેમવતીતિ વા, વં (i) નામાાિરે શિક્ષિત ।
ભગવાન મહાવીરના જીવન સંબંધિત નિમ્ન ઘટનાઓનું વિસ્તૃત વર્ણન ચૂર્ણિકારે કર્યું છે : ધર્મપરીક્ષા, વિવાહ, અપત્ય, દાન, સંબોધ, લોકાન્તિકાગમન, ઇન્દ્રાગમન, દીક્ષામહોત્સવ, ઉપસર્ગ, ઈન્દ્ર-પ્રાર્થના, અભિગ્રહપંચક, અચ્છેદકવૃત્ત, ચંડકૌશિકવૃત્ત, ગોશાલકવૃત્ત, સંગમકકૃત ઉપસર્ગ, દેવીકૃત ઉપસર્ગ, વૈશાલી વગેરેમાં વિહાર, ચંદનબાલાવૃત્ત, ગોપકૃત શલાકોપસર્ગ, કેવલોત્પાદ, સમવસરણ, ગણધરદીક્ષા વગેરે. દેવીકૃત ઉપસર્ગનું વર્ણન કરતી વખતે આચાર્યે દેવીઓનાં રૂપ૧. જુઓ – આવશ્યકનિર્યુક્તિ, ગા. ૩૩૫-૪૪૦. ૨. આવશ્યકચૂર્ણિ (પૂર્વભાગ), પૃ. ૨૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org