________________
પ્રાસ્તાવિક ઉત્તરાધ્યયનનિર્યુક્તિ :
આમાં ઉત્તર, અધ્યયન, શ્રત, સ્કન્ધ, સંયોગ, ગલિ, આકીર્ણ, પરીષહ, એકક, ચતુષ્ક, અંગ, સંયમ, પ્રમાદ, સંસ્કૃત, કરણ, ઉરભ્ર, કપિલ, નમિ, બહુ, શ્રત, પૂજા, પ્રવચન, સામ, મોક્ષ, ચરણ, વિધિ, મરણ વગેરે પદોની નિક્ષેપપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે. યત્ર-તત્ર અને શિક્ષાપદ કથાનકો પણ સંકલિત કરવામાં આવ્યાં છે. અંગની નિર્યુક્તિમાં ગંધાંગ, ઔષધાંગ, મદ્યોગ, આતોઘાંગ, શરીરાંગ અને યુદ્ધાંગનું ભેદપ્રભેદપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. મરણની વ્યાખ્યામાં સત્તર પ્રકારના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચારાંગનિર્યુક્તિઃ
આ નિર્યુક્તિમાં આચાર, વર્ણ, વર્ણાન્તર, ચરણ, શસ્ત્ર, પરિજ્ઞા, સંજ્ઞા, દિફ, પૃથ્વી, વધ, અપુ, તેજસ, વનસ્પતિ, ત્રસ, વાયુ, લોક, વિજય, કર્મ, શીત, ઉષ્ણ, સમ્યક્ત, સાર, ચર, પૂત–વિધૂનન, વિમોક્ષ, ઉપધાન, શ્રુત, અગ્ર વગેરે શબ્દોનું વ્યાખ્યાન કરવામાં આવેલ છે. પ્રારંભમાં આચારાંગ પ્રથમ અંગ કેમ છે તથા તેનું પરિમાણ કેટલું છે, તે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અંતમાં નિર્યુક્તિકારે પંચમ ચૂલિકા નિશીથનું કોઈ વિવેચન ન કરતાં માત્ર એટલો જ નિર્દેશ કર્યો છે કે તેની નિર્યુક્તિ હું પછી કરીશ. વર્ણ અને વર્ણાન્તરનું પ્રતિપાદન કરતાં આચાર્યે સાત વર્ગો અને નવ વર્ણાન્તરોનો ઉલ્લેખ કર્યો છે. એક મનુષ્ય જાતિના સાત વર્ણો આ છે: ૧. ક્ષત્રિય, ૨. શૂદ્ર, ૩. વેશ્ય, ૪. બ્રાહ્મણ, ૫. સંકરક્ષત્રિય, ૬. સંકરવેશ્ય, ૭. સંકરશૂદ્ર. સંકરબ્રાહ્મણ નામનો કોઈ વર્ણ નથી. નવ વર્ણાન્તરો આ મુજબ છે : ૧. અંબઇ, ૨. ઉગ્ર, ૩. નિષાદ, ૪. અયોગવ, ૫. માગધ, ૬. સૂત, ૭. ક્ષત્ત, ૮. વિદેહ, ૯. ચાણ્ડાલ. સૂત્રકૃતાંગનિર્યુક્તિઃ
આમાં આચાર્યું સૂત્રકૃતાંગ શબ્દનું વિવેચન કરતાં ગાથા, ષોડશ, પુરુષ, વિભક્તિ, સમાધિ, માર્ગ, ગ્રહણ, પુણ્ડરીક, આહાર, પ્રત્યાખ્યાન, સૂત્ર, આદ્ર, અલમ્ વગેરે પદોનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. એક ગાથા (૧૧૯)માં નિમ્નોક્ત ૩૬૩ મતાન્તરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : ૧૮૦ પ્રકારના ક્રિયાવાદી, ૮૪ પ્રકારના અક્રિયાવાદી, ૬૭ પ્રકારના અજ્ઞાનવાદી અને ૨૨ પ્રકારના વનયિક. દશાશ્રુતસ્કન્વનિયુક્તિઃ
પ્રસ્તુત નિર્યુક્તિના પ્રારંભમાં નિર્યુક્તિકાર ભદ્રબાહુએ પ્રાચીન ગોત્રીય, ચરમ સકલશ્રુતજ્ઞાની તથા દશાશ્રુતસ્કન્ધ, બૃહત્ કલ્પ અને વ્યવહાર સૂત્રના પ્રણેતા ભદ્રબાહુ સ્વામીને નમસ્કાર કર્યા છે. આમાં સમાધિ, સ્થાન, શબલ, આશાતના, ગણી, સંપદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org