________________
૧ )
આગમિક વ્યાખ્યાઓ ચિત્ત, ઉપાસક, પ્રતિમા, પર્યુષણા, મોહ વગેરે પદોનું નિક્ષેપ-પદ્ધતિએ વિવેચન કરવામાં આવ્યું છે. પર્યુષણાના પર્યાયવાચી શબ્દો આ છે : પરિવસના, પર્થપણા, પર્યપશમના, વર્ષાવાસ, પ્રથમ સમવસરણ, સ્થાપના, જયેઠગ્રહ. બૃહત્કલ્પનિયુક્તિઃ
આ નિર્યુક્તિ ભાગ્યમિશ્રિત અવસ્થામાં ઉપલબ્ધ છે. તેમાં તાલ, પ્રલમ્બ, ગ્રામ, નગર, ખેડ, કર્બટક, મડમ્બ, પત્તન, આકર, દ્રોણમુખ, નિગમ, રાજધાની, આશ્રમ, નિવેશ, સંબોધ, ઘોષ, આર્ય, ઉપાશ્રય, ઉપધિ, ચર્મ, મૈથુન, કલ્પ, અધિકરણ, વચન, કટક, દુર્ગ વગેરે અનેક મહત્ત્વપૂર્ણ પદોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વચ્ચે વચ્ચે દષ્ટાન્તરૂપ કથાનકો પણ ઉદ્ધત કરવામાં આવ્યાં છે. વ્યવહારનિર્યુક્તિ :
આ નિર્યુક્તિ પણ ભાષ્યમાં ભળી ગઈ છે. આમાં સાધુઓના આચાર-વિચાર સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ પદો તથા વિષયોનું સંક્ષિપ્ત વિવેચન છે. એક રીતે બૃહત્કલ્પનિર્યુક્તિ અને વ્યવહારનિર્યુક્તિ પરસ્પર પૂરક છે.
જૈન પરંપરાગત અનેક મહત્ત્વપૂર્ણ પારિભાષિક શબ્દોની સુસ્પષ્ટ વ્યાખ્યા સર્વપ્રથમ આચાર્ય ભદ્રબાહુએ પોતાની આગમિક નિર્યુક્તિઓમાં કરી છે. આ દષ્ટિએ નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુનું જૈન સાહિત્યના ઈતિહાસમાં એક વિશિષ્ટ તથા મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પાછળના ભાગકારો તથા ટીંકાકારોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે ઉપર્યુક્ત નિર્યુક્તિઓનો આધાર લઈને પોતાની કૃતિઓનું નિર્માણ કર્યું છે. ભાષ્ય :
નિર્યુક્તિઓનું મુખ્ય પ્રયોજન પારિભાષિક શબ્દોની વ્યાખ્યાનું રહ્યું છે. આ શબ્દોમાં છુપાયેલ અર્થબાહુલ્યને અભિવ્યક્ત કરવાનું સર્વપ્રથમ શ્રેય ભાષ્યકારોને છે. નિર્યુક્તિઓની જેમ ભાગ્યો પણ પદ્યબદ્ધ પ્રાકૃતમાં છે. કેટલાક ભાગ્યો નિર્યુક્તિઓ પર છે અને કેટલાક ફક્ત મૂળ સૂત્રો પર. નિમ્નોક્ત આગમ ગ્રન્થો પર ભાષ્ય લખવામાં આવેલ છે : ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. બૃહત્કલ્પ, ૫. પંચકલ્પ, ૬, વ્યવહાર, ૭, નિશીથ, ૮. જીતકલ્પ, ૯, ઓઘનિર્યુક્તિ, ૧૦. પિચ્છનિર્યુક્તિ. આવશ્યકસૂત્ર પર ત્રણ ભાષ્ય લખવામાં આવ્યાં. આમાં થી વિશેષાવશ્યક ભાષ્ય આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયન સામાયિક ઉપર છે. આમાં ૩૬૦૩ ગાથાઓ છે. દશવૈકાલિકભાષ્યમાં ૬૩ ગાથાઓ છે. ઉત્તરાધ્યયનભાપ્ય પણ બહુ નાનું છે. આમાં ૪૫ ગાથાઓ છે. બૃહત્કલ્પ પર બે ભાષ્ય છે. આમાંથી લઘુભાષ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org