________________
૨૫૮
આગમિક વ્યાખ્યાઓ પણ મનુષ્યદ્વિપદનો. મનુષ્યદ્વિપદમાં પણ કર્મભૂમિજનો અધિકાર અભીષ્ટ છે. આ મનુજજીવકલ્પ છ પ્રકારનો છે પ્રવ્રાજન, મુંડન, શિક્ષણ, ઉપસ્થાપન, ભોગ અને સંવતન :
पव्वावण मुंडावण सिक्खावणुवट्ठ भुंज संवसणा ।
एसोत्थ (तु) जीवकप्पो, छब्भेदो होति णायव्वो ॥ १८६ ॥ ભાષ્યકારે આની પર પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. પ્રવ્રાજનનું વિવેચન કરતાં જાતિ, કુળ, રૂપ અને વિનયસમ્પન્ન વ્યક્તિને જ પ્રવ્રયા યોગ્ય માની છે. બાળ, વૃદ્ધ, નપુંસક, જડ, ક્લબ, રોગી, સ્તન, રાજાપકારી, ઉન્મત્ત, અદર્શી, દાસ, દુષ્ટ, મૂઢ, અજ્ઞાની, જુગિત, ભયભીત, પલાયિત, નિષ્કાસિત, ગર્ભિણી અને બાલવત્સા – આ વીસ પ્રકારની વ્યક્તિઓને પ્રવ્રજ્યા – દીક્ષા આપવી અકલ્પ છે :
बाले वुड्ढे नपुंसे य, जड्डे कीवे य वाहिए । तेणे रायावगारी य उम्मत्ते य अदंसणे ॥ २०० ॥ दासे दुहे. य मूढे य, अणत्ते जु गितेइ य । ओबद्धए य भयए, सेहणिप्फडितेति य ॥ २०१ ॥ गुव्विणी बालवच्छा य, पव्वावेतुं ण कप्पए ।
एसिं परूवणा दुविहा, उस्सग्गववायसंजुत्ता ॥ २०२ ॥ આને જ મળતું આવતું વિધાન નિશીથભાષ્યમાં પણ છે. એતદ્વિષયક અનેક ગાથાઓ બંને ભાષ્યોમાં સમાન છે.
અચિત્ત અર્થાત અજીવ-દ્રવ્યલ્મનું વિવેચન કરતાં આચાર્યે નિમ્નલિખિત સોળ વિષયો પર પ્રકાશ પાડ્યો છે: ૧. આહાર, ૨. ઉપધિ, ૩. ઉપાશ્રય, ૪. પ્રશ્નવણ, ૫. શય્યા, ૬. નિષદ્યા, ૭. સ્થાન, ૮. દંડ, ૯. ચર્મ, ૧૦. ચિલિમિલી, ૧૧. અવલેખનિકા, ૧૨. દંતધાવન, ૧૩. કર્ણશોધન, ૧૪. પિપ્પલક, ૧૫. સૂચી, ૧૬. નખછેદન.
મિશ્ર દ્રવ્યકલ્પનું વિવેચન કરતાં ભાષ્યકારે બતાવ્યું છે કે જીવ અને અજીવના સંયોગ વગેરેથી નિષ્પન્ન કલ્પ મિશ્રકલ્પ કહેવાય છે. તેના વિવિધ ભંગ હોય છે. અહીં સુધી દ્રવ્યકલ્પનું વ્યાખ્યાન છે.
૧. ગા. ૧૮૨-૪.
૨. તુલના: નિશીથ-ભાષ્ય, ગા. ૩૫૦૬-૦૮. 3. आहारे उवहिम्मि य, उवस्सए तह य पस्सवणए य ।
सेज्ज णिसेज्जट्ठाणे, डंडे चम्मे चिलिमिली य ।। ७२३ ।। अवलेहणिया दंताण, धोवणे कण्णसोहणे चेव ।
पिप्पलग सूति णक्खाण, छेदणे चेव सोलसमे ।। ७२४ ॥ ૪. ગા. ૯૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org