________________
પંચકલ્પ મહાભાષ્ય
૨૫૭
વિચાર કરવો જોઈએ. ત્યાર પછી કલ્પ્ય અને અકલ્પ્ય વસ્તુઓનો વિચાર કરવામાં આવ્યો છે.
કલ્પીઓ અર્થાત્ સાધુઓની જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિવિધ સંપદાનું વર્ણન કરતાં ભાષ્યકારે પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે : સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મરાગ – સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત. આ જ રીતે ચારિત્રના ક્ષાયિક, ક્ષાયોપમિક અને ઔપમિક આ ત્રણે ભેદોનું પણ વર્ણન ક૨વામાં આવ્યું છે. જ્ઞાન બે પ્રકારનું હોય છે : ક્ષાયિક અને ક્ષાયોપશમિક. કેવલજ્ઞાન ક્ષાયિક છે અને બાકીનું જ્ઞાન ક્ષાયોપશમિક છે. દર્શન ત્રણ પ્રકારનું છે : ક્ષાયિક, ક્ષાયોપમિક અને ઔપમિક. ચારિત્રનું પાલન કોણ કરે છે ? નિર્પ્રન્થ અને સંયત. નિર્પ્રન્થ અને સંયતના પાંચ-પાંચ ભેદ હોય છે :
कस्सेतं चारितं णियंठ तह संजयाण ते कतिहा । पंच णियंठा पंचेव संजया होंतिमे कमसो ॥ ८३ ॥ પાંચ પ્રકારના નિર્પ્રન્થ આ છે : પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. સંયતના સામાયિક વગેરે ઉપર્યુક્ત પાંચ ભેદ છે. આ દસ પ્રકારના શ્રમણોના પ્રસ્તુત ભાષ્યમાં બીજા પણ અનેક ભેદ-પ્રભેદો કરવામાં આવ્યાં છે.
‘કલ્પ’ શબ્દનો પ્રયોગ કયા-કયા અર્થોમાં કરવામાં આવ્યો છે, તેનો વિચાર કરતાં કહેવામાં આવ્યું છે કે ‘કલ્પ’ શબ્દ નિમ્ન અર્થોમાં પ્રયુક્ત થયો છે ઃ સામર્થ્ય, વર્ણના, કાલ, છેદન, કરણ, ઔપમ્ય અને અધિવાસ :
सामत्थे वण्णणा काले छेयणे करणे तहा 1 ओवम्मे अहिवासे य कप्पसद्दो वियाहिओ ।। १५४ ॥
આ બધાનું ભેદપુરઃસર વિસ્તૃત વિવેચન નવમા પૂર્વમાં કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભાષ્યમાં માત્ર પંચકલ્પ પાંચ પ્રકારના કલ્પનું સંક્ષિપ્ત વર્ણન છે. જેમકે ભાષ્યકાર પોતે જ લખે છે :
सो पुण पंचविकप्पो, कप्पो इह वण्णिओ समासेणं । विस्थरतो पुव्वगतो, तस्स इमे होंति भेदा तु ॥ १७४ ॥
પાંચ પ્રકારના કલ્પના ક્રમશઃ છ, સાત, દસ, વીસ અને બેંતાલીસ ભેદ છે : છવ્યિ સત્તવિષે ય, સવિદ નીતિવિદે ય વાયાને । છ પ્રકારના કલ્પનો છ પ્રકારે નિક્ષેપ કરવો જોઈએ. તે છ પ્રકારનો નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. દ્રવ્યકલ્પ ત્રણ પ્રકારનો છે ઃ જીવ, અજીવ અને મિશ્ર. જીવકલ્પના ફરી ત્રણ ભેદ છે : દ્વિપદ, ચતુષ્પદ અને અપદ. પ્રસ્તુત અધિકાર દ્વિપદનો છે અને તેમાં
૧.
ગા, ૫૯.
૨. ગા. ૧૭૫.
૩. ગા. ૧૮૦.
Jain Education International
--
―
For Private & Personal Use Only
www.jainelibrary.org