________________
ષષ્ઠ પ્રકરણ
ઓઘનિર્યુક્તિ-લઘુભાષ્ય પ્રસ્તુત પ્રકરણના પ્રારંભમાં ભાષ્યોનો સામાન્ય પરિચય આપતી વખતે અમે આવશ્યકાદિ સૂત્રો પર લખાયેલાં ભાષ્યોનાં જે નામ ગણાવ્યાં છે તેમાંથી નિમ્નલિખિત છ ભાષ્ય પ્રકાશિત થઈ ચૂક્યાં છે : ૧. વિશેષાવશ્યકભાષ્ય, ૨. જીતકલ્પભાષ્ય, ૩. બૃહત્કલ્પલઘુભાષ્ય, ૪. વ્યવહારભાષ્ય, ૫. ઓઘનિર્યુક્તિલઘુભાષ્ય અને ૬. પિંડનિર્યુક્તિભાષ્ય. આમાંથી પ્રથમ ચારનો વિસ્તૃત પરિચય આપવામાં આવી ગયો છે. ઓઘનિર્યુક્તિલઘુભાષ્ય અને પિંડનિર્યુક્તિભાષ્યની ગાથા-સંખ્યા બહુ મોટી નથી. પ્રથમમાં ૩૨૨ અને દ્વિતીયમાં ૪૬ ગાથાઓ છે. આ ગાથાઓ નિર્યુક્તિઓમાં મિશ્રિતરૂપે ઉપલબ્ધ છે તથા ગણતરીમાં નિર્યુક્તિઓની ગાથાઓથી ઓછી છે. વ્યવહારભાષ્યકારની માફક આ બંને ભાષ્યકારોનાં નામનો પણ કોઈ ઉલ્લેખ નથી મળતો.
ઓઘનિર્યુક્તિલઘુભાષ્યમાં નિમ્ન વિષયોનો સમાવેશ છેઃ ઓઘ, પિંડ, સમાસ અને સંક્ષેપ એકાર્થક છે; વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવૃત્ય, બ્રહ્મચર્યગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોનિગ્રહાદિ ચરણ છે; પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પ્રતિલેખન, ગુપ્તિ અને અભિગ્રહ કરણ છે; અનુયોગ ચાર પ્રકારનો હોય છે : ચરણ કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ; ગ્લાન સાધુની પરિચર્યા શા માટે કરવી જોઈએ તથા તેની શું વિધિ છે; ભોજન ગ્રહણની નિર્દોષ વિધિ તથા તત્સમ્બન્ધી યતનાઓ; સાધુઓના વિચરણનો સમય અને તદ્વિષયક મર્યાદાઓ વગેરે; ગ્રામમાં પ્રવેશ તથા શકુનાપશકુનનો વિચાર; સ્થાપનાકુલોની સ્થાપના તથા તેની અનિવાર્યતા; કાયોત્સર્ગ કરવાની વિધિ અને તેના માટે ઉપયુક્ત સ્થાન, આસન વગેરે; ઔપઘાતિકના ત્રણ ભેદ : આત્મૌપઘાતિક,
૧. નિર્યુક્તિ-ભાગ-દ્રોણાચાર્યસૂત્રિતવૃત્તિભૂષિતઃ પ્રકાશક- શાહ વેણીચન્દ્રસુરચન્દ્ર, આગમોદય
સમિતિ, મહેસાણા, સન્ ૧૯૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org