________________
વ્યવહારભાષ્ય
૨૫૧ છે. હવે પાંચ પ્રકારના સંયતો માટે પ્રાયશ્ચિત્તોનું વિધાન કરતાં ભાષ્યકાર કહે છે કે સામાયિકસંયત સ્થવિરકલ્પિકો માટે છેદ અને મૂલ છોડીને બાકીનાં આઠ પ્રાયશ્ચિત્ત – આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, અનવસ્થાપ્ય અને પારંચિત " છે; જિનકલ્પિકો માટે આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ અને તપ – આ છ પ્રાયશ્ચિત્ત છે. છેદોપસ્થાપનીય સંયમમાં સ્થિત સ્થવિરો માટે બધા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે; જિનકલ્પિકો માટે આઠ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. પરિહારવિશુદ્ધિક સંયમમાં સ્થિત સ્થવિરો માટે પણ મૂલપર્યન્ત આઠ જ પ્રાયશ્ચિત્ત છે; જિનકલ્પિકો માટે છેદ અને મૂલ છોડીને છ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયમમાં વિદ્યમાન માટે આલોચના અને વિવેક – આ બે જ પ્રાયશ્ચિત્ત છે.'
આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારનું સુવિસ્તૃત વવેચન કર્યા પછી ચાર પ્રકારના પુરુષજાતની ચર્ચા શરૂ કરવામાં આવી છે : ૧. અર્થકર, ૨. માનકર, ૩. ઉભયકર અને ૪. નોભયકર. આમાંથી પ્રથમ અને તૃતીયને સફળ માનવામાં આવ્યા છે અને દ્વિતીય અને ચતુર્થને નિષ્ફળ. આ ચારે પ્રકારના પુરુષોનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ઉજ્જયિની નગરી અને શકરાજાનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. આ જ રીતે ૧. ગણાર્થકર, ૨. માનકર, ૩. ઉભયકર અને ૪, અનુભયકરનું વર્ણન કર્યા પછી ગણસંગ્રહકર, ગણશોભાકર, ગણશોધિકર વગેરે ચાર-ચાર પ્રકારના પુરુષોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. અંતમાં ત્રણ પ્રકારની સ્થવિરભૂમિ, ત્રણ પ્રકારની શૈક્ષકભૂમિ, આઠ વર્ષથી ઓછી વય ધરાવનારની દીક્ષાનો નિષેધ, આચારપ્રકલ્પ (નિશીથ)નાં અધ્યયનની યોગ્યતા, સૂત્રકૃત વગેરે અન્ય સૂત્રોનાં અધ્યયનની યોગ્યતા, દસ પ્રકારની સેવા વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે..
૧. ૩.
ગા. ૩૫૨-૩૬૪. ગા. ૧૫-૪૪.
૨. દશમ ઉદેશ : પૃ. ૯૪, ગા. ૧-૭, ૪. ગા. ૪પ-૧૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org