________________
૨૩૬
આગમિક વ્યાખ્યાઓ પ્રાયશ્ચિત્તા અર્થાતુ પ્રાયશ્ચિત્તને યોગ્ય પુરુષ ચાર પ્રકારના હોય છે : ઉભયતર, આત્મતર, પરતર અને અન્યતર. જે પુરુષ તપ કરતો કરતો બીજાની સેવા પણ કરતો હોય તે ઉભયતર છે. જે માત્ર તપ જ કરી શકતો હોય તે આત્મતર છે. જે માત્ર આચાર્ય વગેરેની સેવા જ કરી શકતો હોય તે પરતર છે. જે તપ અને સેવા આ બંનેમાંથી એક સમયમાં કોઈ એકનું જ સેવન કરી શકતો હોય તે અન્યતર છે.
નિકાચના વગેરે પ્રાયશ્ચિત્તોનું વર્ણન કરતાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નિકાચના વસ્તુતઃ આલોચના જ છે.' આલોચના આલોચના અને આલોચક વગર નથી થતી આથી આલોચનાઈ અને આલોચકનું વિવેચન કરવું જોઈએ. આલોચનાઈ નિરપલાપી હોય છે તથા નિમ્નલિખિત આઠ વિશેષણોથી યુક્ત હોય છે : આચારવાનું, આધારવાનું, વ્યવહારવાનું, અપવ્રીડક, પ્રકુર્તી, નિર્યાપક, અપાયદર્શી અને અપરિશ્રાવી. આલોચક નિમ્નલિખિત દસ વિશેષણોથી યુક્ત હોય છે : જાતિસમ્પન્ન, કુલસમ્પન્ન, વિનયસમ્પન્ન, જ્ઞાનસમ્પન્ન,દર્શનસમ્પન્ન, ચરણસમ્પન્ન, ક્ષાત્ત, દાન્ત, અમાયી અને અપશ્ચાત્તાપી. આ રીતે ભાષ્યકારે આલોચનાના દોષ, તદ્વિષયકભૂત દ્રવ્યાદિ, પ્રાયશ્ચિત્તદાનની વિધિ વગેરેનું પણ વિવેચન કર્યું છે.
પરિહાર વગેરે તપોનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યે તપસહભાવી સેવા – વૈયાવૃત્યનું સ્વરૂપ-વર્ણન કર્યું છે. વૈયાવૃત્યના ત્રણ ભેદ છે : અનુશિષ્ટિ, ઉપાલંભ અને અનુગ્રહ. આ ત્રણેમાંથી પ્રત્યેકના ફરી ત્રણ ભેદ છે : આત્મવિષયક, પરવિષયક અને ઉભયવિષયક. આનું સ્વરૂપ સમજાવવા માટે સુભદ્રા, મૃગાવતી વગેરેનાં ઉદાહરણો પણ આપવામાં આવ્યાં છે.
મૂલ સૂત્રમાં આવતા “પવ– “પ્રસ્થાપના' શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે પ્રાયશ્ચિત્તપ્રસ્થાપના બે પ્રકારની હોય છે : એક અને અનેક. સંચયિત પ્રાયશ્ચિત્તપ્રસ્થાપના નિયમતઃ કામાસિકી હોય છે આથી તે એક પ્રકારની જ છે. બાકીની અનેક પ્રકારની છે."
આરોપણા પાંચ પ્રકારની છે : પ્રસ્થાનિકા, સ્થાપિતા, કૃમ્ના, અકૃત્ના અને હાડહડા. આ પાંચ પ્રકારની આરોપણા પ્રાયશ્ચિત્તની છે. આચાર્યે આ પ્રકારોનું સ્વરૂપ બતાવતાં હડહડાનું વિશેષ વર્ણન કર્યું છે."
૧. ૩. ૫.
ગા. ૨૯૮-૯. ગા. ૩૪૧-૩૫૩. ગા. ૪૧૨.
૨. ગા. ૩૩૬-૩૪૦. ૪. ગા. ૩૭૪. ૬. ગા. ૪૧૩-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org