________________
વ્યવહારભાષ્ય
૨ ૩૭ પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષો બે પ્રકારના હોય છે : કૃતકરણ અને અકૃતકરણ. કૃતકરણના ફરી બે ભેદ છે : સાપેક્ષ અને નિરપેક્ષ. જિનાદિ નિરપેક્ષ કૃતકરણ છે. સાપેક્ષ કૃતકરણ ત્રણ પ્રકારના છે : આચાર્ય, ઉપાધ્યાય અને ભિક્ષુ. અતકરણ બે પ્રકારના છે : અનધિગત અને અધિગત. જેમણે સૂત્રાર્થનું ગ્રહણ નથી કર્યું હોતું તે અનધિગત છે. ગૃહતસૂત્રાર્થ અધિગત કહેવાય છે. અથવા પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષ બે પ્રકારના છે : સાપેક્ષ અને નિરપેક્ષ. નિરપેક્ષ પુરુષ નિયમતઃ કૃતકરણ હોય છે. સાપેક્ષ પુરુષ ત્રણ પ્રકારના છે : આચાર્ય, ઉપાધ્યાય અને ભિક્ષુ. આ ત્રણે બે પ્રકારના છે : કૃતકરણ અને અકૃતકરણ. આ બંને ફરી બે પ્રકારના છે : ગીતાર્થ અને અગીતાર્થ. આ બંનેના ફરી બે ભેદ છે : સ્થિર અને અસ્થિર. આ ભેદ-પ્રભેદોને વર્ણન કર્યા પછી આચાર્ય પરિહારતપનું બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે. તદનન્તર સાધુઓ અને સાધ્વીઓની નિસ્તારણવિધિનું પ્રતિપાદન કર્યું છે. વિવિધ ભાવનાઓનું વિવેચન કરતાં આચાર્યે માસિકી, કૈમાસિકી વગેરે પ્રતિમાઓનો પરિચય આપ્યો છે તથા શિથિલતાવશ ગચ્છ છોડીને ફરી ગચ્છમાં સમ્મિલિત થનાર શ્રમણ માટે વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વિધાન કર્યું છે. પાર્શ્વસ્થ, યથાસ્કન્દ, કુશીલ, અવસન્ન અને સંસક્તની વ્યુત્પત્તિ, ઉત્પત્તિ, પ્રાયશ્ચિત્ત વગેરે પર પણ ભાગકારે પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. પાર્શ્વસ્થના બે ભેદ છે : દેશતઃ પાર્શ્વસ્થ અને સર્વતઃ પાર્શ્વસ્થ. સર્વત: પાર્શ્વસ્થના ત્રણ વિકલ્પ છે : પાર્શ્વસ્થ, પ્રાસ્વસ્થ અને પાશ0. જે દર્શન, જ્ઞાન, .ચારિત્ર, તપ વગેરેના પાર્શ્વ અર્થાત તટ પર વિચરે છે તે પાર્શ્વસ્થ છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે પ્રત્યે સ્વસ્થ ભાવ તો રાખે છે પરંતુ તેમાં પ્રયત્નશીલ નથી હોતો અર્થાત્ તેની પ્રાપ્તિ માટે પરિશ્રમ નથી કરતો તે પ્રાસ્વસ્થ છે. જે મિથ્યાત્વ વગેરે બંધહેતુરૂપ પાશોમાં સ્થિત હોય છે તે પાશ છે. દેશતઃ પાર્શ્વસ્થ શય્યાતરપિંડ વગેરેનો ભોગ કરતો વિચરે છે. જે સ્વયં ઉસ્ત્રનું આચરણ કરે છે અર્થાત્ પરિભ્રષ્ટ છે તથા બીજાને પણ તેવા જ આચરણની શિક્ષા આપે છે તે યથાચ્છન્દ છે. જે જ્ઞાનાચાર વગેરેની વિરાધના કરે છે તે કુશીલ છે. અવસગ્ન બે પ્રકારનો છે દેશતઃ અને સર્વતઃ. આવશ્યકાદિમાં હીનતા, અધિકતા, વિપર્યાય વગેરે દોષોનું સેવન કરનાર દેશાવસત્ર કહેવાય છે. જે સમય પર સંસ્મારક વગેરેનું પ્રપેક્ષણ નથી કરતો તે સર્વાવસન્ન છે. જે પાર્થસ્થાદિનો સંસર્ગ કરીને તેમની જ સમાન થઈ જાય છે તે સંસક્ત કહેવાય છે. સંસક્ત બે પ્રકારનો છે : અસંક્ષિણ અને સંક્લિષ્ટ. જે પાર્થસ્થમાં ભળીને પાર્થસ્થ થઈ જાય છે, યથાસ્કન્દમાં ભળીને યથાચ્છન્દ થઈ જાય
૧. ગા. ૪૧૮-૪૨૦.
૨. તૃતીય વિભાગ : ગા. ૨૨૬-૨૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org