________________
વ્યવહારભાષ્ય
૨૩૫
છે. માસિકાદિ પ્રાયશ્ચિત્તનું સેવન કરતાં પ્રાયશ્ચિત્તમાં વૃદ્ધિ-હાનિ કેમ થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે આ વૃદ્ધિ-હાનિનું કારણ સર્વજ્ઞોએ રાગદ્વેષ-હર્ષ વગેરે અધ્યવસાયોની માત્રા બતાવેલ છે.
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર આ ચાર પ્રકારના આધાકર્માદિ વિષયક અતિચારો માટે ભિન્ન-ભિન્ન પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. અતિક્રમ માટે માસગુરુ, વ્યતિક્રમ માટે માસગુરુ અને કાલલઘુ, અતિચાર માટે તપોગુરુ અને કાલગુરુ અને અનાચાર માટે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. આ બધા પ્રાયશ્ચિત્તો સ્થવિરકલ્પિકોની દૃષ્ટિએ છે. જિનકલ્પિકો માટે પણ તેમનું વિધાન છે પરંતુ પ્રાયઃ તેઓ અતિચારોનું સેવન નથી કરતા.ર
કયા પ્રકારના દોષ માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવે છે, તે સમજાવવા માટે ભાષ્યકારે વાતાદિ રોગની ઉપશાંતિ માટે પ્રયુજ્યમાન ધૃતકુટના ચાર ભંગોનું દૃષ્ટાન્ત આપ્યું છે. આ ચાર ભંગો આ પ્રમાણે છે : ક્યારેક એક ધૃતકુટથી એક રોગનો નાશ થાય છે, ક્યારેક એક ધૃતકુટથી અનેક રોગોનો નાશ થાય છે, ક્યારેક અનેક ધૃતકુટોથી એક રોગ દૂર થાય છે અને ક્યારેક અનેક ધૃતકુટોથી અનેક રોગો નષ્ટ થઈ જાય છે. એ જ રીતે વિવિધ દોષો માટે વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવે છે. મૂલગુણ અને ઉત્તરગુણના સંબંધની ચર્ચા કરતાં આચાર્યે બતાવ્યું છે કે એકની રક્ષા તથા પરિવૃદ્ધિ માટે બીજાનું પરિપાલન આવશ્યક છે. આ જ કારણ છે કે બંને પ્રકારના ગુણોના દોષોની પરિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે બંનેની શુદ્ધિથી જ ચારિત્ર શુદ્ધ રહે છે.”
3
ઉત્તરગુણોની સંખ્યા તરફ ધ્યાન ખેંચતાં ભાષ્યકાર કહે છે કે પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહ ઉત્તરગુણાન્તર્ગત છે. આના ક્રમશઃ બેંતાલીસ, આઠ, પચીસ, બાર, બાર અને ચાર ભેદ છે." પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષ બે પ્રકારના હોય છે : નિર્ગત અને વર્તમાન. જે તપોર્ટ પ્રાયશ્ચિત્તથી અતિક્રાન્ત થઈ ચૂક્યા હોય છે તેમને નિર્ગત કહે છે તથા જે તેમાં વિદ્યમાન હોય છે તેમને વર્તમાન કહે છે. વર્તમાનના ફરી બેં ભેદ છે : સંચયિત અને અસંયિત. આ બંને ફરી બેબે પ્રકારના છે ઃ ઉદ્દાત અને અનુદ્દાત. નિર્ગત તપમાંથી તો નીકળી જાય છે પરંતુ છેદાદિ પ્રાયશ્ચિત્તોમાં વિદ્યમાન રહે છે. સંચાયિત, અસંચયિત પ્રાયશ્ચિત્ત માટે યથાવસ૨ એક માસથી છ માસ સુધીની પ્રસ્થાપના હોય છે જ્યારે સંચયિત પ્રાયશ્ચિત્ત માટે નિયમથી છ માસની પ્રસ્થાપના હોય છે.
૧. ગા. ૧૬૬.
૪.
૨. ગા. ૨૫૧-૩.
ગા. ૨૮૧-૮. ૫. ગા. ૨૮૯૨૯૦.
—
Jain Education International
૩. ગા. ૨૫૭-૨૬૨.
૬. ગા.૨૯૧-૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org