________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૨૯ કરવાની વિધિ, શાંત ન થનારને લાગનાર દોષો, પ્રાયશ્ચિત્ત વગેરે."
૩. સંસ્કૃતનિર્વિચિકિત્સપ્રકૃતસૂત્ર– સશક્ત અથવા અશક્ત ભિક્ષુ વગેરે સૂર્યના ઉદય અને અસ્તાભાવ પ્રત્યે નિઃશંક થઈને આહાર ગ્રહણ કરતા હોય અને પછીથી એવું માલૂમ પડે કે સૂર્યોદય થયો જ નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં આહાર વગેરેનો ત્યાગ કરી દેવાથી તેમની રાત્રિભોજનવિરતિ અખંડિત રહે છે. જે સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રત્યે શંકાશીલ થઈને આહારાદિ ગ્રહણ કરે છે તેમની રાત્રિભોજનવિરતિ ખંડિત થાય છે – આ સિદ્ધાંતનું પ્રતિપાદન.
૪. ઉદ્ગારપ્રકૃતસૂત્ર – ભિક્ષુ, આચાર્ય વગેરે સંબંધી ઉદ્ગાર – વમનાદિ વિષયક દોષ, પ્રાયશ્ચિત્ત વગેરે, ઉદ્ગારનાં કારણ, ઉદ્ગારની દૃષ્ટિએ ભોજન વિષયક વિવિધ આદેશ, તદ્વિષયક અપવાદ વગેરે.
૫. આહારવિધિપ્રકૃતસૂત્ર– જે પ્રદેશમાં આહાર, પાણી વગેરે જીવાદિ સંસક્ત જ મળતાં હોય તે પ્રદેશમાં જવાનો વિચાર, પ્રયત્ન વગેરે કરવાથી લાગનાર દોષો, પ્રાયશ્ચિત્ત વગેરે, અશિવ, દુર્મિક્ષ વગેરે કારણોથી એવા પ્રદેશમાં જવાનો પ્રસંગ આવતાં તદ્વિષયક વિવિધ યતનાઓ.’
૬. પાનકવિધિપ્રકૃતસૂત્ર – પાનક અર્થાત્ પાણીના ગ્રહણની વિધિ, તેના પરિઝાપનની વિધિ, તદ્વિષયક અપવાદ વગેરે."
૭. બ્રહ્મરક્ષાપ્રકૃતસૂત્ર – પશુ-પક્ષીના સ્પર્શ વગેરેથી સંભાવિત દોષ, પ્રાયશ્ચિત્ત વગેરે, એકલી રહેનારી નિર્ચન્થીને લાગનાર દોષ, પ્રાયશ્ચિત્ત, અપવાદ વગેરે, નગ્ન નિર્ઝન્થીને લાગનાર દોષ વગેરે, પાત્રરહિત નિગ્રંથીને લાગનાર દોષ વગેરે, નિર્ઝન્થી માટે વ્યુત્કૃષ્ટ કાયની અકથ્યતા, નિર્ગસ્થી માટે પ્રામ, નગર વગેરેની બહાર આતાપના લેવાનો નિષેધ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આતાપનાનું સ્વરૂપ, નિર્ચન્થી માટે ઉપયુક્ત આતાપનાઓ, સ્થાનાયત, પ્રતિમાસ્થિત, નિષદ્યા, ઉત્કટિકાસન, વીરાસન, દંડાસન, લગંડશાયી, અવાજમુખ, ઉત્તાન, આમ્રકુન્જ, એકપાર્શ્વશાયી વગેરે આસનોનું સ્વરૂપ અને નિર્ચન્થીઓ માટે તદ્વિષયક વિધિનિષેધ, નિર્ચન્થીઓ માટે આકુંચનપટ્ટના ઉપયોગનો નિષેધ, નિર્મન્થીઓ માટે સાવશ્રય આસન, સવિષાણ પીઠફલક, સવૃત્ત અલાબુ, સવૃત્ત પાત્રકેસરિકા અને દારુદંડના ઉપયોગનો પ્રતિષેધ.
૧. ગા. ૫૭૨૬-૫૭૮૩. ૩. ગા. ૫૮૨૯-૫૮૬૦. ૫. ગા. ૫૮૯૭-પ૯૧૮.
૨. ગા. પ૭૮૪-૫૮૨૮. ૪. ગા. ૫૮૬૧-૫૮૯૬. ૬. ગા. ૧૯૧૯-૫૯૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org