________________
૨૧૪
આગમિક વ્યાખ્યાઓ વર્ષાઋતુમાં વિહાર કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો વિશેષ યતનાઓના સેવનનું વિધાન છે.'
નિગ્રંથ-નિર્ઝન્થીઓએ હેમંત અને ગ્રીષ્મઋતુના આઠ મહિનામાં વિહાર કરવો જોઈએ. આ આઠ મહિનાઓમાં વિહાર કરવાથી અનેક લાભો થાય છે તથા ન કરવાથી અનેક દોષો લાગે છે. વિહાર કરતાં માર્ગમાં આવનાર માસકલ્પને યોગ્ય ગ્રામ-નગરાદિ ક્ષેત્રોને ચૈતન્યવંદનાદિ નિમિત્તે છોડીને ચાલ્યા જવાથી અનેક દોષો લાગે છે. હા, પરંતુ આપવાદિક કારણોથી તેમ કરવું પડે તો તેમાં કોઈ દોષ નથી. વૈરાજ્યપ્રકૃતસૂત્રઃ
આ સૂત્રની વ્યાખ્યામાં એમ બતાવવામાં આવ્યું છે કે નિર્ઝન્વ-નિર્ચન્થીઓએ વૈરાજ્ય અર્થાત્ વિરુદ્ધરાજ્યમાં ફરી ફરી ગમનાગમન ન કરવું જોઈએ. આ વ્યાખ્યામાં નિમ્ન વિષયો પર વિચાર કરવામાં આવ્યો છે : વૈરાજ્ય, વિરુદ્ધરાજય, સદ્યોગમન, સદ્યોઆગમન, વૈર વગેરે પદ, વૈરાજયના ચાર પ્રકાર (અરાજક, યૌવરાજ્ય, વૈરાજ્ય અને કૈરાજ્ય), વૈરાજ્ય – વિરુદ્ધરાજ્યમાં આવવા-જવાથી લાગનાર આત્મવિરાધના વગેરે દોષો, વૈરાજ્ય - વિરુદ્ધરાજ્યમાં ગમનાગમન સંબંધિત અપવાદ અને યાતનાઓ. અવગ્રહપ્રકૃતસૂત્ર:
પ્રથમ અવગ્રહસૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકાર કહે છે કે ભિક્ષાચર્યા માટે ગયેલા નિર્ચન્થને જો ગૃહપતિ વસ્ત્ર, પાત્ર, કંબલ વગેરે માટે પ્રાર્થના કરે તો તે તે ઉપકરણ લઈને આચાર્ય સમક્ષ પ્રસ્તુત કરે અને આચાર્યની આજ્ઞા લઈને જ તેને રાખે અથવા કામમાં લે. વસ્ત્ર બે પ્રકારનાં છે : યાચનાવસ્ત્ર અને નિમંત્રણાવસ. યાચનાવશ્વનું સ્વરૂપ પહેલાં બતાવવામાં આવી ચૂક્યું છે. નિમંત્રણાવનું સ્વરૂપ બતાવતાં આચાર્યે નિમ્નોક્ત વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે : નિમંત્રણાવત્ર સંબંધી સામાચારી, તેનાથી વિરુદ્ધ આચરણ કરવાથી લાગનાર દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, નિમંત્રણાવસની શુદ્ધતાનું સ્વરૂપ, ગૃહીત વસ્ત્રનું સ્વામિત્વ વગેરે.
દ્વિતીય અવગ્રહસૂત્રની વ્યાખ્યામાં બતાવવામાં આવ્યું છે કે અંડિલભૂમિ વગેરે માટે જતી વખતે જો કોઈ નિર્ચન્થને વસ્ત્રાદિની પ્રાર્થના કરે તો તેને પ્રાપ્ત ઉપકરણાદિ
૧. ગા.૨૭૩૨-૨૭૪૭. ૩. ગા. ૨૭૫૯-૨૭૯૧. ૫. ગા. ૨૭૯૨-૨૮૧૩.
૨. ગા. ૨૭૪૮-ર૭૫૮. ૪. ગા. ૬૦૩-૬૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org