________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૧૩ વ્યવશમનપ્રકૃતસૂત્ર :
આ સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે સાધુઓમાં પરસ્પર ક્લેશ થાય ત્યારે ઉપશમ ધારણ કરીને ક્લેશ શાન્ત કરી દેવો જોઈએ. જે ઉપશમ ધારણ કરે છે તે આરાધક છે. જે ઉપશમ ધારણ નથી કરતો તે વિરાધક છે. પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે નિમ્ન વિષયોનું સ્પષ્ટીકરણ કર્યું છે : વ્યવસમિતના એકીર્થક શબ્દો - ક્ષામિત, વ્યવશમિત, વિનાશિત અને ક્ષપિત; પ્રાકૃત શબ્દના પર્યાયો – પ્રાકૃત, પ્રહણક અને પ્રણયન; અધિકરણ પદના નિક્ષેપો; દ્રવ્યાધિકરણના નિર્વર્તના, નિક્ષેપણા, સંયોજના અને નિસર્જના – આ ચાર ભેદો, ભાવાધિકરણ –- કષાય દ્વારા જીવ કઈ રીતે વિભિન્ન ગતિઓમાં જાય છે; નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ દ્રવ્યનું ગુરુત્વ, લઘુત્વ, ગુરુલઘુત્વ અને અગુરુલઘુત્વ; જીવો દ્વારા કર્મ-ગ્રહણ અને તર્જન્ય વિવિધ ગતિઓ; ઉદીર્ણ અને અનુદીર્ણ કર્મ; ભાવાધિકરણ ઉત્પન્ન થવાનાં
છ પ્રકારનાં કારણો – સચિત્ત, અચિત્ત, મિશ્ર, વચોગત, પરિહાર અને દેશકથા; નિર્ઝન્થ-નિર્ઝન્થીઓમાં પરસ્પર અધિકરણ – ક્લેશ થતો હોય તે વખતે ઉપેક્ષા, ઉપહાસ વગેરે કરનાર માટે પ્રાયશ્ચિત્ત; નિર્ચન્વ-નિર્ચન્થીઓના પારસ્પરિક ક્લેશની ઉપેક્ષા કરનાર આચાર્ય વગેરેને લાગનાર દોષો અને તત્સમ્બન્ધી જલચર અને હસ્તિયૂથનું દષ્ટાન્ત; સાધુ-સાધ્વીઓના અંદરના ઝઘડાઓને ઉકેલવાની વિધિ; આચાર્ય વગેરેના ઉપદેશથી બે કલહકારીઓમાંથી એક તો શાંત થઈ જાય પરંતુ બીજો શાંત ન થાય તો તે સમયે શું કરવું જોઈએ તે બાબતનો સંકેત; પરનું નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, આદેશ, ક્રમ, બહુ, પ્રધાન અને ભાવ નિક્ષેપોનું વિવેચન, અધિકરણ-ક્લેશ માટે અપવાદ. ચારપ્રકૃતસૂત્રઃ
પ્રથમ ચારસૂત્રનું વ્યાખ્યાન કરતાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રમણ શ્રમણીઓએ વર્ષાઋતુમાં એક ગામથી બી. ગામ ન જવું જોઈએ. વર્ષાવાસ બે પ્રકારનો હોય છે : પ્રાવૃત્ અને વર્ષા. આમાં વિહાર કરવાથી તથા વર્ષાઋતુ પૂર્ણ થઈ જવા છતાં વિહાર ન કરવાથી લાગનાર દોષોનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આપવાદિક કારણોથી
૧. આ પ્રકૃત ભાષ્યકારે ગા. ૨૩૪રમાં પ્રાભૃતસૂત્રરૂપે તથા ચૂર્ણિકાર તથા વિશેષચૂર્ણિકારે
અધિકરણસૂત્ર રૂપે આપ્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ સૂત્રનો વાસ્તવિક આશય ધ્યાનમાં રાખતાં આનું નામ વ્યવશમનસૂત્ર રાખ્યું છે.
–બૃહત્કલ્પસૂત્ર, વિભાગ-૩, વિષયાનુક્રમ, પૃ. ૩૦. ૨, ગા. ૨૬૭૬-૨૭૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org