________________
૨૧ ૨
આગમિક વ્યાખ્યાઓ ચતુર્ભગી અને તત્સંબંધી વિધિ-નિક્ષેપ, નિગ્રંથોની ‘દ્રવ્યતઃ પ્રતિબદ્ધ ભાવતઃ અપ્રતિબદ્ધ' રૂપ પ્રથમ ભંગવાળા આશ્રમમાં રહેવાથી લાગતા અધિકરણાદિ દોષો, તેમનું સ્વરૂપ અને તત્સંબંધી યતનાઓ, “દ્રવ્યતઃ અપ્રતિબદ્ધ ભાવત: પ્રતિબદ્ધ રૂપ દ્વિતીય ભંગવાળા ઉપાશ્રયમાં રહેવાથી લાગતા દોષો, તેમનું સ્વરૂપ અને તત્સંબંધી યતનાઓ, દ્રવ્ય-ભાવપ્રતિબદ્ધ’ રૂપ તૃતીય ભંગવાળા ઉપાશ્રયમાં રહેવાથી લાગતા દોષ વગેરે, દ્રવ્ય-ભાવ-અપ્રતિબદ્ધ રૂપ ચતુર્થ ભંગવાળા ઉપાશ્રયોની નિર્દોષતાનું પ્રરૂપણ.૧
દ્વિતીય સૂત્રની વ્યાખ્યામાં આનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે ઉપાશ્રયની નજીક ગૃહસ્થો રહેતા હોય ત્યાં નિર્ચન્થીઓનો નિવાસ વિહિત છે. દ્રવ્ય-પ્રતિબદ્ધ તથા ભાવપ્રતિબદ્ધ ઉપાશ્રયોમાં રહેવાથી નિર્ચન્થીઓને લાગતા દોષો અને યાતનાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગૃહપતિકુલમધ્યવાસપ્રકૃતસૂત્રઃ
શ્રમણોનું ગૃહપતિકુલની મધ્યમાં રહેવું વર્જિત છે. આના વિચાર માટે આચાર્ય શાલાદ્વાર, મધ્યદ્વાર અને છિડિકદ્ધારનો આશ્રય લીધો છે.
૧. શાલાદ્વાર – શ્રમણોએ શાલામાં રહેવાથી લાગતા દોષોનું ૧. પ્રત્યપાય, ૨. વૈક્રિય, ૩. અપાવૃત, ૪. આદર્શ, ૫. કલ્પસ્થ, ૬. ભક્ત, ૭. પૃથિવી, ૮. ઉદક, ૯, અગ્નિ, ૧૦. બીજ અને ૧૧. અવહન્ન – આ અગિયાર વારોથી વર્ણન ર્યું છે.
૨. મધ્યદ્વાર – શ્રમણોએ શાલાની મધ્યમાં બનેલાં ભવન વગેરેમાં રહેવાથી લાગતા દોષોનું ઉપર્યુક્ત અગિયાર દ્વારો ઉપરાંત ૧. અતિગમન, ૨. અનાભોગ, ૩. અવભાષણ, ૪. મજ્જન અને ૫. હિરણ્ય – આ પાંચ દ્વારોથી નિરૂપણ કર્યું
- ૩. છિંડિકાકાર – છિડિકાનો અર્થ છે પુરોહડ અર્થાત વસતિના દ્વાર પર બનેલો પ્રતિશ્રય. છિડિકામાં રહેવાથી લાગતાં દોષોનો વિવિધ દૃષ્ટિઓથી વિચાર કર્યો છે. આ તારો સાથે સંબંધ રાખનારી યાતનાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે."
શ્રમણીઓની દષ્ટિએ ગૃહપતિવાસનો વિચાર કરતાં આચાર્યે બતાવ્યું છે કે તેમણે પણ ગૃહપતિકુળની મધ્યમાં રહેવું ન જોઈએ. શાળા વગેરેમાં રહેવાથી શ્રમણીઓને અનેક પ્રકારના દોષો લાગે છે.
૧. ગા. ૨૫૮૩-૨૬૧૫. ૩. ગા. ૨૬૩૩-૨૬૪૪. ૫. ગા. ૨૬૫૩-૨૬૬૭.
૨. ગા. ૨૬૧૬-૨૬૨૮. ૪. ગા. ૨૬૪૫-૨૬૫૨. ૬. ગા. ૨૬૬૮-૨૬૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org