________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૧૧ અભાવમાં રહેવાનો પ્રસંગ આવે તો કેવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવું જોઈએ, તેનું દિગ્દર્શન કરાવતાં આચાર્યે તે પણ બતાવ્યું છે કે યોગ્ય ઉપાશ્રયના અભાવમાં વૃષભોએ કઈ રીતે શ્રમણીઓની રક્ષા કરવી જોઈએ અને તે વૃષભો કયા પ્રકારના સદ્ગુણોથી યુક્ત હોવા જોઈએ.'
જ્યાં સુધી શ્રમણોનો પ્રશ્ન છે, તેઓ ઉત્સર્ગરૂપે સાગારિકની નિશ્રામાં નથી રહી શકતા પરંતુ અપવાદરૂપે તેવું કરી શકે છે. જે નિર્ચન્થ કોઈ વિશેષ કારણ વિના સાગારિકની નિશ્રામાં રહે છે તેમને દોષ લાગે છે, જેનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સાગારિકોપાશ્રયપ્રકૃતસૂત્ર: - નિર્ગુન્થ-નિર્ચન્થીઓ માટે સાગરિકના સંબંધવાળા ઉપાશ્રયમાં રહેવું વર્જિત છે. આ વિષય પર ચર્ચા કરતાં ભાષ્યકારે નિમ્નોક્ત વાતોનું વિવેચન કર્યું છે : સાગારિક પદનો નિક્ષેપ, દ્રવ્ય-સાગારિકનાં રૂપ, આભરણ, વસ્ત્ર, અલંકાર, ભોજન, ગંધ, આતોદ્ય, નાટ્ય, નાટક, ગીત વગેરે પ્રકાર અને તત્સંબંધી દોષો તથા પ્રાયશ્ચિત્ત, ભાવસાગારિકનું સ્વરૂપ, અબ્રહ્મચર્યના હેતુભૂત પ્રાજાપત્ય, કૌટુમ્બિક તથા દણ્ડિકપરિગૃહીત દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી રૂપનું સ્વરૂપ તથા તેમના જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકાર, દેવપ્રતિમાના વિવિધ પ્રકાર, દેવપ્રતિમાયુક્ત ઉપાશ્રયોમાં રહેવાથી લાગનાર દોષો અને પ્રાયશ્ચિત્ત, દેવતાના સાન્નિધ્યવાળી પ્રતિમાઓના પ્રકાર, મનુષ્યપ્રતિમાનું સ્વરૂપ, પ્રાજાપત્ય વગેરે દૃષ્ટિઓથી વિશેષ વિવરણ, આ પ્રકારની પ્રતિમાયુક્ત વસતિમાં ઊતરવાથી લાગતા દોષ તથા તદ્વિષયક પ્રાયશ્ચિત્ત, તિર્યંચપ્રતિમાનું સ્વરૂપ, ભેદ, તદ્વિષયક નિવાસ-દોષ અને પ્રાયશ્ચિત્ત, મનુષ્ય સાથે મૈથુનનું સેવન કરનાર સિંહણનું દૃષ્ટાન્ત, સાગારિકોપાશ્રયસૂત્ર સંબંધી અપવાદ અને તત્સંબંધી યતનાઓ, સવિકાર પુરુષ, પુરુષપ્રકૃતિ તથા સ્ત્રી પ્રકૃતિવાળા નપુંસકનું સ્વરૂપ, તેમના મધ્યસ્થ, આભરણપ્રિય, કાંદર્ષિક અને કાથિક ભેદો, તેમના સંબંધવાળા ઉપાશ્રયોમાં રહેવાથી લાગતા સંયમવિરાધનાદિ દોષો અને પ્રાયશ્ચિત્ત વગેરે. પ્રતિબદ્ધશધ્યાપ્રકૃતસૂત્ર:
પ્રથમ પ્રતિબદ્ધશય્યા સૂત્રની વ્યાખ્યા કરતાં એમ બતાવવામાં આવ્યું છે કે જે ઉપાશ્રયની નજીક ગૃહસ્થ રહેતા હોય ત્યાં નિર્ચન્થોએ ન રહેવું જોઈએ. તેમાં નિમ્ન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે: “પ્રતિબદ્ધ' પદના નિક્ષેપ, ભાવપ્રતિબદ્ધના પ્રસ્ત્રવણ, સ્થાન, રૂપ અને શબ્દ આ ચાર ભેદ, દ્રવ્યપ્રતિબદ્ધ-ભાવપ્રતિબદ્ધની
૧. ગા. ૨૪૩૪-૨૪૪૫.
૨. ગા. ૨૪૪૬-૮,
૩. ગા. ૨૪૪૯-૨૫૮૨.
15ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org