________________
૨૧૦
આગમિક વ્યાખ્યાઓ
કિનારે ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું-પીવું, સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગ વગેરે કરવાં નિષિદ્ધ છે. તેનાં પ્રતિપાદન માટે નિમ્નલિખિત વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : દતીરની સીમા, પાણીના કિનારે ઊભા રહેવા, બેસવા વગેરેથી લાગતા અધિકરણ વગેરે દોષો, અધિકરણદોષનું સ્વરૂપ, જલાશય વગેરે પાસે શ્રમણશ્રમણીઓને જોઈને સ્ત્રી, પુરુષ, પશુ, વગેરે તરફથી ઉત્પન્ન થનાર અધિકરણ દોષોનું સ્વરૂપ, પાણી પાસે ઊભા રહેવું વગેરે દસ સ્થાનો સંબંધિત સામાન્ય પ્રાયશ્ચિત્ત, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા અને પ્રચલાપ્રચલાનું સ્વરૂપ, સંપાતિમ અને અસંપાતિમ જળના કિનારે બેસવા વગેરે દસ સ્થાનોનું સેવન કરનાર આચાર્ય, ઉપાધ્યાય, ભિક્ષુ, સ્થવિર અને ક્ષુલ્લક આ પાંચ પ્રકારના શ્રમણો તથા પ્રવર્તિની, અભિષેકા, ભિક્ષુણી, સ્થવિરા અને ક્ષુલ્લિકા-આ પાંચ પ્રકારની શ્રમણીઓની દૃષ્ટિએ પ્રાયશ્ચિત્તના વિવિધ આદેશ, અસંપાતિમ અને સંપાતિમનું સ્વરૂપ (જલજ મત્સ્ય-મણૂક વગેરે અસંપાતિમ છે. તેમનાથી યુક્ત જળના કિનારાને અસંપાતિમ દતીર કહે છે. બાકીના પ્રાણીઓ સંપાતિમ છે. તેમનાથી યુક્ત કિનારાને સંપાતિમ દતીર કહે છે. અથવા, માત્ર પક્ષી સંપાતિમ છે અને તભિન્ન બાકીના પ્રાણીઓ અસંપાતિમ છે. તેમનાથી યુક્ત જલતીર ક્રમશઃ સંપાતિમ અને અસંપાતિમ છે.), જલમધ્યવર્તી તટનું સ્વરૂપ અને ચૂપક તત્સંબંધી પ્રાયશ્ચિત્ત, જળના કિનારે આતાપના લેવાથી લાગનાર દોષો, દકતીદ્વાર, યૂપકદ્ધાર અને આતાપનાદ્વાર સંબંધી અપવાદ અને યતનાઓ. ચિત્રકર્મપ્રકૃતસૂત્રઃ
સાધુ-સાધ્વીઓએ ચિત્રકર્મવાળા ઉપાશ્રયમાં ન ઊતરવું જોઈએ. આ વિષયનું વિવેચન કરતાં ભાષ્યકારે નિર્દોષ અને સદોષ ચિત્રકર્મનું સ્વરૂપ, આચાર્ય, ઉપાધ્યાય વગેરેની દૃષ્ટિએ ચિત્રકર્મવાળા ઉપાશ્રયમાં રહેવાથી લાગનાર દોષો અને પ્રાયશ્ચિત્ત, ચિત્રકર્મયુક્ત ઉપાશ્રયમાં રહેવાથી લાગનાર વિકથા, સ્વાધ્યાય-વ્યાધાત વગેરે દોષો, આપવાદિક રૂપે ચિત્રકર્મયુક્ત ઉપાશ્રયમાં રહેવું પડે તો તેના માટે વિવિધ યતનાઓ વગેરે વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે. સાગારિકનિશ્રાપ્રકૃતસૂત્રઃ
૨
શ્રમણીઓએ શય્યાતર
-
વસતિના સ્વામીની નિશ્રા (સંરક્ષણ)માં જ રહેવું જોઈએ. સાગારિક – શય્યાતરની નિશ્રામાં ન રહેનારી શ્રમણીઓને વિવિધ દોષો લાગે છે. આ દોષોનું સ્વરૂપ સમજાવવા માટે આચાર્યે ગવાદિ-પશુવર્ગ, અજા, પક્વાન્ન, ઇક્ષુ, ધૃત વગેરેનાં દૃષ્ટાન્ત આપ્યાં છે. અપવાદ રૂપે સાગારિકની નિશ્રાના
૧.
ગા. ૨૩૮૩-૨૪૨૫.
—
Jain Education International
-
૨. ગા. ૨૪૨૬-૨૪૩૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org