________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૦૯ વગર દ્વારના ઉપાશ્રયમાં રહેવાની વિધિ, આ પ્રકારના ઉપાશ્રયમાં દિલકટાદિ બાંધવાની વિધિ, દ્વારપાલિકા શ્રમણી અને તેના ગુણો, ગણિની, દ્વારપાલિકા – પ્રતિહારસાધ્વી તથા અન્ય સાધ્વીઓનાં નિવાસ-સ્થાનનો નિર્દેશ, પ્રગ્નવણ – પેશાબ વગેરે માટે બહાર જવા-આવવામાં વિલંબ કરનારી સાધ્વીઓને ઠપકો આપવાની વિધિ, શ્રમણી સિવાય કોઈ અન્ય વ્યક્તિ ઉપાશ્રયમાં ન ઘુસી જાય તે માટે તેની પરીક્ષા કરવાની વિધિ, પ્રતિહારસાધ્વી દ્વારા ઉપાશ્રયનાં દ્વારની રક્ષા, શયનસંબંધી યતનાઓ, રાત્રિ સમયે કોઈ મનુષ્ય ઉપાશ્રયમાં ઘુસી જાય તો તેને બહાર કાઢવાની વિધિ, વિહાર વગેરેના સમયે માર્ગમાં આવનાર ગામોમાં સુરક્ષિત હારવાળી ઉપાશ્રય ન મળે તથા કોઈ અનપેક્ષિત ભયપ્રદ ઘટના બની જાય તો તરુણ અને વૃદ્ધ સાધ્વીઓએ કઈ રીતે તેનો સામનો કરવો જોઈએ તેનો નિર્દેશ."
સાધુ વગર દરવાજાના ઉપાશ્રયમાં રહી શકે છે. તેમણે ઉત્સર્ગરૂપે ઉપાશ્રયનું દ્વાર બંધ ન કરવું જોઈએ પરંતુ અપવાદરૂપે તેવું કરી શકાય છે. અપવાદરૂપ કારણોનાં રહેવાં છતાં દ્વાર બંધ ન કરવા પર પ્રાયશ્ચિત્તનું વિધાન છે.' ઘટીમાત્રકપ્રકૃતસૂત્રઃ
શ્રમણીઓ માટે ઘટીમાત્રક – ઘડો રાખવો તથા તેનો ઉપયોગ કરવો વિહિત છે પરંતુ શ્રમણો માટે ઘટીમાત્રક રાખવું અથવા તેનો ઉપયોગ કરવો નિષિદ્ધ છે. નિષ્કારણ ઘટીમાત્રક રાખવાથી સાધુઓને દોષો લાગે છે. હા, અપવાદરૂપે તેમના માટે ઘટીમાત્રક રાખવું વર્જિત નથી. શ્રમણ-શ્રમણીઓ વિશેષ કારણોથી ઘટીમાત્રક રાખે છે તથા તેનો પ્રયોગ કરે છે. ઘટીમાત્રક પાસે ન હોવાની અવસ્થામાં તેમને વિવિધ યતનાઓનું સેવન કરવું પડે છે. ચિલિમિલિકા પ્રકૃતસૂત્રઃ
નિર્ચન્વ-નિર્ચન્થીઓ વસ્ત્રની ચિલિમિલિકા – પરદો રાખી શકે છે તથા તેનો ઉપયોગ કરી શકે છે. ચિલિમિલિકાનું સ્વરૂપ બતાવવા માટે ભાષ્યકારે નિમ્ન તારોનો આશ્રય લીધો છે : ૧. ભેદદ્વાર, ૨. પ્રરૂપણાદ્વાર-સૂત્રમયી, રજુમયી, વલ્કલમયી, દંડકમથી અને કટકમથી ચિલિમિલિકા, ૩. દ્વિવિધપ્રમાણદ્વાર, ૪. ઉપભોગદ્વાર. દકતીરપ્રકતસૂત્રઃ
નિર્ઝન્થ-નિર્ઝન્થીઓ માટે જલાશય, નદી વગેરે પાણીનાં સ્થાનો પાસે અથવા ૧. ગા. ૨૩૨૬-૨૩૫૨. ૨. ગા. ૨૩૫૩-૨૩૬૧. ૩. ગા. ૨૩૬૧-૨૩૭૦. ૪. ગા. ૨૩૭૧-૨૩૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org