________________
૨૦૮
આગમિક વ્યાખ્યાઓ ઉપાશ્રયના અભાવમાં એકબીજાના ઉપાશ્રયની સમીપ રહેવાનો પ્રસંગ આવતાં એક-બીજાના વ્યવહાર સાથે સંબંધ રાખનારી યતનાઓ.૧
અનેકવગડા-એકદ્વા૨વાળા ગ્રામ, નગર વગેરેમાં સાધુ-સાધ્વીઓએ સાથે રહેવાથી લાગનાર દોષો તરફ નિર્દેશ કરતાં કુસુંબલ વસ્ત્રની રક્ષા માટે નગ્ન થનારા અગારી, અશ્ર્વ, ફુપ્ફુક અને પેશીનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
દ્વિતીય વગડાસૂત્રની વ્યાખ્યા કરતાં તે વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે શ્રમણ-શ્રમણીઓએ અનેકવગડા-અનેકદ્વારવાળા ગ્રામ, નગર વગેરેમાં રહેવું જોઈએ. જે ગ્રામ વગેરેમાં શ્રમણ અને શ્રમણીઓની ભિક્ષાભૂમિ, સ્થંડિલભૂમિ, વિહારભૂમિ વગેરે ભિન્ન-ભિન્ન હોય ત્યાં જ તેમણે રહેવું જોઈએ.
આપણગૃહાદિપ્રકૃતસૂત્રઃ
આપણગૃહ, રથ્યામુખ, શ્રૃંગાટક, ચતુષ્ક, ચત્વર, અંતરાપણ વગેરે પદોની વ્યાખ્યા કરતાં આચાર્યે આ સ્થાનો પર બનેલા ઉપાશ્રયમાં રહેનારી શ્રમણીઓને લાગનાર દોષો તથા પ્રાયશ્ચિત્તોનું વર્ણન કર્યું છે. સાર્વજનિક સ્થાનોમાં બનેલા ઉપાશ્રયોમાં રહેનારી શ્રમણીઓનાં મનમાં યુવક, વેશ્યાઓ, વરઘોડા, રાજા વગેરે અલંકૃત વ્યક્તિઓને જોવાથી અનેક દોષોનો ઉદ્ભવ થાય છે. આ રીતે જાહેર રસ્તા પર રહેનારી સાધ્વીઓને જોઈને લોકોના મનમાં અનેક પ્રકારના અવર્ણવાદાદિ દોષો ઉત્પન્ન થાય છે. જો કોઈ કારણથી આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવું જ પડે તો તેના માટે આચાર્યે વિવિધ યતનાઓનું વિધાન પણ કર્યું છે.”
અપાવૃતદ્વારોપાશ્રયપ્રકૃતસૂત્રઃ
શ્રમણીઓએ વગર દ્વારના ખુલ્લા ઉપાશ્રયમાં ન રહેવું જોઈએ. કદાચિત્ દ્વારયુક્ત ઉપાશ્રય અપ્રાપ્ય હોય તો ખુલ્લા ઉપાશ્રયમાં ૫૨દો બાંધીને રહેવું જોઈએ. આ સૂત્રની વ્યાખ્યામાં નિમ્ન વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઃ નિર્રન્થીવિષયક અપાવૃતદ્વારોપાશ્રય સૂત્ર આચાર્ય જો પ્રવર્તિનીને ન સમજાવે, પ્રવર્તિની જો પોતાની સાધ્વીઓને ન સંભળાવે, સાધ્વીઓ જો તે ન સાંભળે તો તેમને લાગનાર દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, વગર દરવાજાના ઉપાશ્રયમાં રહેનારી પ્રવર્તિની, ગણાવચ્છેદિની, અભિષેક અને શ્રમણીઓને લાગનાર દોષો અને પ્રાયશ્ચિત્ત, આપવાદિક રૂપથી
૧. ગા. ૨૨૩૨૨૨૭૭.
૩.
ગા. ૨૨૮૮-૯.
Jain Education International
૨. ગા. ૨૨૭૮-૨૨૮૭.
૪. ગા. ૨૨૯૫-૨૩૨૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org