________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૧૫ આચાર્ય પાસે લઈ જઈને ઉપસ્થિત કરવાં જોઈએ તથા તેમની આજ્ઞા મળ્યા પછી જ તેમનો ઉપયોગ કરવો જોઈએ.
તૃતીય અને ચતુર્થ સૂત્રની વ્યાખ્યામાં નિર્ઝન્થીઓની દષ્ટિએ વસ્ત્રગ્રહણ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. નિર્ચન્થી ગૃહપતિઓ પાસેથી મળનારાં વસ્ત્ર-પાત્રાદિ પ્રવર્તિનીની આજ્ઞાથી જ પોતાના કામમાં લઈ શકે છે. રાત્રિભક્તપ્રકૃતસૂત્રઃ
નિર્ચન્થ નિર્ચન્થીઓને રાત્રિ સમયે અથવા વિકાસમાં અશન-પાનાદિનું ગ્રહણ નથી કલ્પતું. પ્રસ્તુત સૂત્રનું વિવેચન કરતાં ભાષ્યકારે નિગ્ન વિષયોની ચર્ચા કરી છે : “રાત્રિ અને “વિકાલ' પદોની વ્યાખ્યા; રાત્રિમાં ખાવા-પીવાથી લાગનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, સંયમવિરાધના વગેરે દોષો; રાત્રિભોજનવિષયક 'दिवा गृहीतं दिवा भुक्तम्', 'दिवा गृहीतं रात्रौ भुक्तम्', 'रात्रौ गृहीतं दिवा भुक्तम्' અને “રાત્રી ગૃહીત રાત્રી મુમ્' રૂપ ચતુર્ભગી તથા તત્સમ્બન્ધી પ્રાયશ્ચિત્ત; રાત્રિભોજનગ્રહણ સમ્બન્ધી આપવાદિક કારણો; રુણ, ક્ષધિત, પિશાસિત, અસહિષ્ણુ, ચન્દવેધ અનશન વગેરે સંબંધિત અપવાદ, અધ્વગમન અર્થાત્ દેશાન્તરગમનની અનુજ્ઞા; અધ્વગમનોપયોગી ઉપકરણ; ૧. ચર્મદ્વાર – નલિકા, પુટ, વઈ, કોશક, કૃત્તિ, સિક્કક, કાપોતિક વગેરે; ૨. લોહગ્રહણહાર – પિપ્પલક, સૂચી, આરી, નખહરણિકા વગેરે, ૩. નન્દીભાજન દ્વાર; ૪. ધર્મકરકદ્ધાર; ૫. પરતીર્થિકોપકરણદ્વાર; ૬. ગુલિકદ્વાર; ૭. ખોદ્ધાર; અધ્વગમનોપયોગી ઉપકરણ ન લેનાર માટે પ્રાયશ્ચિત્ત; પ્રયાણ કરતી વખતે શકુનાવલોકન; સિંહપર્ષદા, વૃષભપર્ષદા અને મૃગપર્ષદાનું સ્વરૂપ; માર્ગમાં અન્ન-જલ પ્રાપ્ત ન થવાથી તેની પ્રાપ્તિની વિધિ અને તદ્વિષયક દ્વાર – ૧. પ્રતિસાર્થદ્વાર, ૨. સ્તનપલ્લીદ્વાર, ૩. શૂન્યગ્રામદ્વાર, ૪. વૃક્ષાદિપ્રલોકનદ્વાર, ૫. નદિદ્વાર, ૬. દ્વિવેધદ્રવ્યદ્વાર; ઉત્સર્ગરૂપે રાત્રિમાં સંસ્મારક, વસતિ વગેરે ગ્રહણ કરવાથી લાગનાર દોષો. અને પ્રાયશ્ચિત્તો; રાત્રિમાં વસતિ વગેરે ગ્રહણ કરવાના આપવાદિક કારણો; ગીતાર્થ નિર્ચન્થો માટે વસતિ ગ્રહણ કરવાની વિધિ; અગીતાર્થમિશ્રિત ગીતાર્થ નિર્ચન્થો માટે વસતિગ્રહણની વિધિ; અંધારામાં વસતિની પ્રતિલેખના માટે પ્રકાશનો ઉપયોગ કરવાની વિધિ તથા યતનાઓ; પ્રામાદિની બહાર વસતિ ગ્રહણ કરવા માટે યાતનાઓ; કુલ, ગણ, સંઘ વગેરેની રક્ષા નિમિત્તે લાગનાર અપરાધોની નિર્દોષતા અને તદ્વિષયક સિંહત્રિકઘાતક કૃતકરણ શ્રમણનું ઉદાહરણ.
૨. ગા. ૨૮૧૫-૨૮૩૫.
૧. ગા. ૨૮૧૪. ૩. ગા. ૨૮૩૬-૨૯૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org