________________
૧૯૦
આગમિક વ્યાખ્યાઓ ૧૦. પરીક્ષા, ૧૧. આલોચના, ૧૨. સ્થાન – વસતિ, ૧૩. નિર્યાપક, ૧૪. દ્રવ્યદાપના, ૧૫. હાનિ, ૧૬. અપરિતાન્ત, ૧૭. નિર્જરા, ૧૮. સંસ્મારક, ૧૯. ઉદ્વર્તના, ૨૦. સ્મારણા, ૨૧. કવચ, ૨૨. ચિહ્નકરણ, ૨૩. યતના. આ રીતે નિર્વાઘાત અને વ્યાઘાતરૂપી અપરાક્રમભક્તપરિજ્ઞા, ઈંગિનીમરણ અને પાદપોપગમનના સ્વરૂપનું વિવેચન કરવામાં આવ્યું છે. અહીં સુધી આગમવ્યવહારનો અધિકાર છે. શ્રતાદિવ્યવહાર :
પૂર્વનિર્દિષ્ટ આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીતવ્યવહારમાંથી આગમ વ્યવહારનું વ્યાખ્યાન સમાપ્ત કરીને આચાર્ય શ્રુતવ્યવહારનું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે. આજ્ઞાવ્યવહારનું વ્યાખ્યાન કરતાં અપરિણત, અતિપરિણત અને પરિણત શિષ્યોની પરીક્ષાના સ્વરૂપ તરફ નિર્દેશ કર્યો છે. તેની પછી દર્પના દસ તથા કલ્પનાના ચોવીસ ભેદોનું સભંગ વિવેચન કર્યું છે. એ જ રીતે ધારણાવ્યવહારનો પણ વિચાર કરવામાં આવ્યો છે.” જીતવ્યવહાર:
જે વ્યવહાર પરંપરાથી પ્રાપ્ત હોય, શ્રેષ્ઠ પુરુષો દ્વારા અનુમત હોય, જેનું બહુશ્રુતોએ અનેક વાર સેવન કર્યું હોય તથા જેનું તેમના દ્વારા નિવારણ ન કરવામાં આવ્યું હોય તે જીતવ્યવહાર કહેવાય છે. જેનો આધાર આગમ, શ્રત, આજ્ઞા અથવા ધારણા ન હોય તે જીતવ્યવહાર છે. તેનો મૂળ આધાર આગમાદિ ન હોતાં માત્ર પરંપરા જ હોય છે. જે જીતવ્યવહારથી ચારિત્રની શુદ્ધિ થાય છે તેનું જ આચારણ કરવું જોઈએ. જે જીતવ્યવહાર ચારિત્ર-શુદ્ધિનું કારણ ન હોય તેનું આચરણ ન કરવું જોઈએ. સંભવ છે કે એવો પણ કોઈ જીતવ્યવહાર હોય જેનું આચરણ કોઈ એક જ વ્યક્તિએ કર્યું હોય છતાં પણ જો તે વ્યક્તિ સંવેગપરાયણ હોય, દાન્ત હોય તથા તે આચાર શુદ્ધિકર હોય તો તે જીતવ્યવહારનું અનુકરણ કરવું જોઈએ. તેની પછી ભાષ્યકારે વ્યવહારના સ્વરૂપનો ઉપસંહાર કર્યો છે.* અહીં સુધી મૂલ સૂત્રની પ્રથમ ગાથાનું વ્યાખ્યાન છે. પ્રાયશ્ચિત્તના ભેદ :
પ્રાયશ્ચિત્તનું માહાસ્ય-વર્ણન કર્યા પછી આચાર્યેતના દસ ભેદોની ગણના તથા તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ-વર્ણન કર્યું છે. પ્રાયશ્ચિત્તના દસ ભેદ આ છે : ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્ર, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯.
૩. ગા. ૬૭૫-૬૯૪.
૧. ગા.૩૨૨-૫૫૯. ૪. ગા. ૬૯૫-૭૦૫.
૨. ગા. પ૬૦-૬૭૪. ૫. ગા. ૭૦૬-૭૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org