________________
જીતકલ્પભાષ્ય
અનવસ્થાખ, ૧૦. પારચિક.૫
આલોચના :
પ્રથમ પ્રાયશ્ચિત્ત આલોચનાના અપરાધ-સ્થાનો તરફ સંક્ષેપમાં સંકેત કરતાં આ જ પ્રસંગમાં ‘છદ્મ'નો અર્થ બતાવતાં ભાષ્યકાર કહે છે કે છદ્મ કર્મને કહે છે. તે કર્મ ચાર પ્રકારનું છે : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. જ્યાં સુધી પ્રાણી આ ચારે પ્રકારના કર્મોના બંધનથી મુક્ત નથી થતો ત્યાં સુધી તે છદ્મસ્થ કહેવાય છે. આલોચના વગેરે પ્રાયશ્ચિત્તોનું વિધાન છદ્મસ્થો માટે જ છે. પ્રતિક્રમણ :
પ્રતિક્રમણના અપરાધ-સ્થાનોનું વર્ણન કરતાં ગુપ્ત અને સમિતિનું પણ સોદાહરણ વર્ણન કરવામાં આવ્યું છે. મનોગુપ્તિ માટે જિનદાસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ જ રીતે વચનગુપ્તિ અને કાયગુપ્તિ માટે પણ બે અન્ય ઉદાહરણો આપવામાં આવ્યા છે. સમિતિઓનું સ્વરૂપ સમજાવતાં ઈર્યાસમિતિ માટે અર્હન્નકનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ભાષાસમિતિનું સ્વરૂપ સમજાવવા માટે એક સાધુનું દૃષ્ટાન્ત ઉપસ્થિત કરવામાં આવ્યું છે. વસુદેવના જીવ નંદિવર્ધનનું ઉદાહરણ આપીને એષણાસમિતિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ જ રીતે આદાન-નિક્ષેપણાસમિતિ માટે પણ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. પરિષ્ઠાપનિકાસમિતિનું સ્વરૂપ સમજાવવા માટે ધર્મરુચિનું દૃષ્ટાંત મૂકવામાં આવ્યું છે.ર્ આ પ્રસંગે ભાષ્યકારે નિમ્ન વિષયોની ચર્ચા પણ કરી છે : ગુરુની આશાતના અને તેનું સ્વરૂપ, ગુરુ અને શિષ્યનો ભાષા-પ્રયોગ, ગુરુ-વિનયનો ભંગ અને તેનું સ્વરૂપ, વિનય-ભંગના સાત પ્રકાર, ઈચ્છાદિ, દસ પ્રકારની અકરણતા, લઘુમૃષાવાદ તથા તેનું સ્વરૂપ.
૩
પ્રતિક્રમણ સંબંધિત અવિધિ, કાસ, ભૂંભા, શ્રુત, વાત, અસંક્લિષ્ટકર્મ, કન્દર્યુ, હાસ્ય, વિકથા, કષાય, વિષયાનુષંગ, સ્ખલના, સહસા, અનાભોગ, આભોગ, સ્નેહ, ભય, શોક અને બાકુશિક અપરાધ-સ્થાનોનું મૂળ સૂત્રનું અનુકરણ કરતાં વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
૧૯૧
મિશ્ર પ્રાયશ્ચિત્ત :
આ પ્રાયશ્ચિત્તમાં આલોચના તથા પ્રતિક્રમણ બંનેનો સમાવેશ છે. આમાં આલોચના અને પ્રતિક્રમણ આ બંનેના સંયુક્ત અપરાધ-સ્થાનોનું વિવેચન કરવામાં
૧. ગા. ૭૩૫.
૪. ગા. ૯૦૬-૯૩૨.
Jain Education International
૨. ગા. ૭૮૪-૮૬૦.
For Private & Personal Use Only
૩. ગાં. ૮૬૧-૯૦૫.
www.jainelibrary.org