________________
જીતકલ્પભાષ્ય
૧૮૯
યોગ્યતાવાળા મહાપુરુષો કેવલી તથા ચૌદપૂર્વધર આ યુગમાં નથી, એ વાત સાચી છે પરંતુ પ્રાયશ્ચિત્તની વિધિનું મૂળ પ્રત્યાખ્યાન પૂર્વની ત્રણેય વસ્તુમાં છે અને તેના આધારે કલ્પ, પ્રકલ્પ તથા વ્યવહાર ગ્રંથોનું નિર્માણ થયું છે. આ ગ્રંથો તથા તેમના જ્ઞાતાઓ આજે પણ વિદ્યમાન છે. આથી પ્રાયશ્ચિત્તનો વ્યવહાર આ ગ્રંથોના આધારે સરળતાપૂર્વક કરી શકાય છે અને આ રીતે ચારિત્રની શુદ્ધિ થઈ શકે છે. પ્રાયશ્ચિત્તદાતાની સાપેક્ષતા :
દસ પ્રકારના પ્રાયશ્ચિત્તનો નામોલ્લેખ કર્યા બાદ પ્રાયશ્ચિત્તદાનનો વિભાગ કરવામાં આવ્યો છે તથા પ્રાયશ્ચિત્તવિધાતાઓનો સદ્ભાવ સિદ્ધ કરવામાં આવ્યો છે. સાપેક્ષ પ્રાયશ્ચિત્તદાનના લાભ અને નિરપેક્ષ પ્રાયશ્ચિત્તદાનની હાનિ તરફ સંકેત કરતાં કહેવામાં આવ્યું છે કે પ્રાયશ્ચિત્તદાનમાં દાતાએ દયાભાવ રાખવો જોઈએ તથા જેને પ્રાયશ્ચિત્ત આપવાનું હોય તેની શક્તિનું પણ ધ્યાન રાખવું જોઈએ. એવું થવાથી જ પ્રાયશ્ચિત્તનું પ્રયોજન સિદ્ધ થાય છે તથા પ્રાયશ્ચિત્ત કરનારની સંયમમાં દૃઢતા થઈ શકે છે. એવું ન કરવાથી પ્રાયશ્ચિત્ત કરનારમાં પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે અને તે સંયમમાં સ્થિર થવાને બદલે સંયમનો સર્વથા ત્યાગ જ કરી દે છે. પ્રાયશ્ચિત્ત આપવામાં એટલો વધારે દયાભાવ પણ ન રાખવો જોઈએ કે પ્રાયશ્ચિત્તનું વિધાન જ નષ્ટ થઈ જાય અને દોષોની પરંપરા એટલી અધિક વધી જાય કે ચારિત્રશુદ્ધિ જ ન થઈ શકે. વગર પ્રાયશ્ચિત્તે ચારિત્ર સ્થિર નથી રહી શકતું. ચારિત્રના અભાવમાં તીર્થ ચારિત્રશૂન્ય થઈ જાય છે. ચારિત્રશૂન્યતાથી નિર્વાણની પ્રાપ્તિ નથી થઈ શકતી. નિર્વાણલાભનો અભાવ થઈ જવાથી કોઈ દીક્ષિત પણ નહિ થાય. દીક્ષિત સાધુઓના અભાવમાં તીર્થ પણ નહિ બને. આ રીતે પ્રાયશ્ચિત્તના અભાવમાં તીર્થ ટકી જ નથી શકતું. એટલે જ્યાં સુધી તીર્થની સ્થિતિ છે ત્યાં સુધી પ્રાયશ્ચિત્તની પરંપરા ચાલવી જ જોઈએ.૪
ભક્તપરિજ્ઞા, ઈંગિનીમરણ તથા પાદપોપગમન :
પ્રાયશ્ચિત્તના વિધાનનું વિશેષ સમર્થન કરતાં ભાષ્યકારે પ્રશંગવશાત્ ભક્તપરિજ્ઞા, ઈંગિનીમરણ તથા પાદપોપગમ-આ ત્રણ પ્રકારની મારણાંતિક સાધનાઓનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ભક્તપરિજ્ઞાની વિધિ તરફ સંકેત કરતાં નિર્વ્યાધાત અને સવ્યાઘાતરૂપી સપરાક્રમભક્તપરિજ્ઞાના સ્વરૂપનો નિમ્ન દ્વારોથી · વિચાર કરવામાં આવ્યો છે ઃ ૧. ગણિનિસ્સરણ, ૨. શ્રિતિ, ૩. સંલેખના, ૪. અગીત, ૫. અસંવિગ્ન, ૬. એક, ૭. આભોગ, ૮. અન્ય, ૯. અનાપૃચ્છા,
૧. કલ્પ અર્થાત્ બૃહત્કલ્પ; પ્રકલ્પ અર્થાત્ નિશીથ.
૨. ગા. ૨૫૫-૨૭૩.
૩. ગા. ૨૭૪-૨૯૯.
Jain Education International
For Private & Personal Use Only
૪, ગા. ૩૦-૩૧૮.
www.jainelibrary.org