________________
તૃતીય પ્રકરણ
જીતકલ્પભાષ્ય આચાર્ય જિનભદ્રનું બીજું ભાષ્ય જીતકલ્પ સૂત્ર પર છે. આ સૂત્ર આચાર્યની પોતાની જ કૃતિ છે. આમાં ૧૦૩ પ્રાકૃત ગાથાઓ છે, જેમાં જીતવ્યવહારના આધારે આપવામાં આવનાર પ્રાયશ્ચિત્તોનું સંક્ષિપ્ત વર્ણન છે. મોક્ષના હેતુભૂત ચારિત્રની સાથે પ્રાયશ્ચિત્તનો વિશેષરૂપે સંબંધ છે કેમકે ચારિત્રના દોષોની શુદ્ધિનો મુખ્ય આધાર પ્રાયશ્ચિત્ત જ છે. આવી સ્થિતિમાં મુમુક્ષુ માટે પ્રાયશ્ચિત્તનું જ્ઞાન આવશ્યક છે. મૂલ સૂત્રમાં આચાર્યે પ્રાયશ્ચિત્તના આલોચના વગેરે દસ ભેદો ગણાવ્યા છે તથા પ્રત્યેક પ્રાયશ્ચિત્તના અપરાધસ્થાનોનો નિર્દેશ કર્યો છે અને એ દર્શાવ્યું છે કે કયા અપરાધ માટે કયું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આચાર્યે દર્શાવ્યું છે કે અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત્ત ચૌદપૂર્વધરના સમય સુધી આપવામાં આવતા હતા અર્થાત્ ચતુર્દશપૂર્વધર આચાર્ય ભદ્રબાહુના સમય સુધી આ પ્રાયશ્ચિત્ત પ્રચલિત હતા. તેની પછી તેમનો વિચ્છેદ થઈ ગયો.
જીતકલ્પભાષ્ય ઉપર્યુક્ત સૂત્ર પર ૨૬૦૬ ગાથાઓમાં લખવામાં આવેલું સ્વોપજ્ઞ ભાષ્ય છે. આ ભાષ્યમાં બૃહત્કલ્પ-લઘુ ભાષ્ય, વ્યવહાર ભાષ્ય, પંચકલ્પમહાભાષ્ય, પિંડનિર્યુક્તિ વગેરે ગ્રંથોની અનેક ગાથાઓ અક્ષરશઃ મળે છે.
આ તથ્યને દૃષ્ટિમાં રાખતાં એમ પણ કહેવામાં આવે છે કે પ્રસ્તુત ભાષ્યગ્રંથ કલ્પભાષ્ય વગેરે ગ્રંથોની ગાથાઓના સંગ્રહરૂપ છે. જીતકલ્પસૂત્રના પ્રણેતા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, તે નિર્વિવાદ છે. જીતકલ્પભાષ્યના કર્તા કોણ છે, આ પ્રશ્નનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તુત ભાષ્યમાં ભાષ્યકારે કોઈ પણ સ્થાને પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી. એ જ રીતે અન્યત્ર પણ એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ નથી જેના આધારે ભાષ્યકારના નામનો ઠીક-ઠીક નિર્ણય લઈ શકાય. આવી સ્થિતિમાં પ્રસ્તુત ભાષ્યની નિમ્ન ગાથાના આધારે કેટલોક નિર્ણય કરી શકાય છે :
૧. સંશોધક – મુનિ પુણ્યવિજય; પ્રકાશક-બબલચંદ્ર કેશવલાલ મોદી, હાજાપટેલની પોળ,
અમદાવાદ, વિ.સં. ૧૯૯૪. ૨. જીતકલ્પસૂત્ર (સ્વોપજ્ઞ ભાષ્યસહિત) : પ્રસ્તાવના, પૃ. ૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org