SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૮૫ વિશેષાવશ્યકભાષ્ય છે. અહીં સુધી નમસ્કારનિર્યુક્તિનો અધિકાર છે.' પદવ્યાખ્યા : તે !' વગેરે સામાયિક સૂત્રના પદોની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે “નિ' પદ માટે “રા' શબ્દનું વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. “રા'નો અર્થ છે ક્રિયા; અથવા યથાસંભવ અન્ય અર્થનું પણ ગ્રહણ કરવું જોઈએ. “રા' નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ભેદથી છ પ્રકારનું છે. “અંતે” અર્થાત “મન્ત’ની વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે “મન્ત’ શબ્દ કલ્યાણ અને સુખાર્થક છે તથા નિર્વાણનું કારણ છે. સુખ અને કલ્યાણનું સાધન ગુરુ છે. આ જ રીતે આ શબ્દની પણ અનેક પ્રકારની વ્યાખ્યાઓ કરવામાં આવી છે. આગળની ગાથાઓમાં સામાયિક, સર્વ, સાવદ્ય, યોગ, પ્રત્યાખ્યાન, માવજીવ, વિવિધ, કરણ, પ્રતિક્રમણ, નિન્દા, ગર્તા, વ્યુત્સર્જન વગેરે પદોનું સંવિસ્તાર વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગવશાત્ સંગ્રહાદિ છ નયોની વિશેષ વ્યાખ્યા પણ કરવામાં આવી છે. અંતિમ ગાથામાં ભાષ્યકાર આચાર્ય જિનભદ્ર આ ભાષ્ય સાંભળવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તેની તરફ નિર્દેશ કરતાં કહે છે કે સર્વાનુયોગમૂલરૂપ આ સામાયિકનું ભાષ્ય સાંભળવાથી પરિકમિત મતિયુક્ત શિષ્ય શેષ શાસ્ત્રાનુયોગ માટે યોગ્ય થઈ જાય છે. વિશેષાવશ્યકભાષ્યના આ વિસ્તૃત પરિચયથી સ્પષ્ટ છે કે આચાર્ય જિનભદ્ર આ એક ગ્રંથમાં જૈન વિચારધારાઓનો કેટલી વિલક્ષણતાથી સંગ્રહ કર્યો છે. આચાર્યની તર્કશક્તિ, અભિવ્યક્તિનુશળતા, પ્રતિપાદનપ્રવણતા તથા વ્યાખ્યાનવિદગ્ધતાનો પરિચય પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથ જ પર્યાપ્ત છે. વાસ્તવમાં વિશેષાવશ્યકભાષ્ય જૈનજ્ઞાનમહોદધિ છે. જૈન આચાર અને વિચારના મૂળભૂત સમસ્ત તત્ત્વો આ ગ્રંથમાં સંગૃહીત છે. દર્શનના ગહનતમ વિષયથી લઈને ચારિત્રની સૂક્ષ્મતમ પ્રક્રિયા સુધીના સંબંધમાં આમાં પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૧. ગા. ૩૨૯૪. ૪. ગા. ૩૪૭૭-૩૫૮૩. ૨. ગા. ૩૨૯૯-૩૪૩૮, ૫. ગા. ૩૫૮૪-૩૬૦૧, ૩. ગા. ૩૪૩૯-૩૪૭૬ ૬, ગા. ૩૬૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy