________________
૧૬૪
આગમિક વ્યાખ્યાઓ વ્યભિચારી છે કે જે કૃતક હોય છે તે અનિત્ય જ હોય છે. ઘટાદિનો પ્રધ્વંસાભાવ કૃતક હોવા છતાં પણ નિત્ય છે. જો પ્રધ્વંસાભાવને અનિત્ય માની લેવામાં આવે તો પ્રધ્વંસાભાવનો અભાવ થઈ જવાને કારણે વિનષ્ટ ઘટાદિ ફરી ઉત્પન્ન થઈ જવા જોઈએ. પરંતુ એવું થતું નથી. આથી પ્રધ્વંસાભાવને કૃતક હોવા છતાં પણ નિત્ય માનવો પડે છે. આ જ રીતે કૃતક હોવા છતાં પણ મોક્ષ નિત્ય છે. આની પછી આચાર્યે સિદ્ધ-મુક્ત આત્માઓના સ્વરૂપની ચર્ચા કરી છે તથા લોકાકાશ, અલોકાકાશ વગેરેનું વર્ણન કર્યું છે.
૧
આ પ્રમાણે જ્યારે ભગવાન મહાવીરે મંડિકના સંશયનું નિવારણ કરી આપ્યું ત્યારે તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે જિનદીક્ષા અંગીકાર કરી લીધી. દેવોનું અસ્તિત્વ :
મંડિકના દીક્ષિત થવાના સમાચાર સાંભળીને મૌર્યપુત્ર પણ ભગવાન પાસે પહોંચ્યા. ભગવાને તેમને સંબોધિત કરતાં કહ્યું – મૌર્યપુત્ર ! તારા મનમાં એમ સંદેહ છે કે દેવો છે કે નથી ? હું તારા સંદેહનું નિરાકરણ કરીશ.૪
-
મૌર્યપુત્ર ! તું વિચારે છે કે નારક તો પરતંત્ર છે તથા અત્યંત દુ:ખી છે આથી તે આપણી સંમુખ ઉપસ્થિત થવા અસમર્થ છે. પરંતુ દેવ તો સ્વચ્છન્દવિહારી છે તથા દિવ્ય પ્રભાવયુક્ત છે. છતાં પણ તેઓ ક્યારેય દેખાતા નથી. તેમના અસ્તિત્વ વિષયમાં સંદેહ થવો સ્વાભાવિક છે.પ
આ સંદેહનું નિવારણ આ રીતે કરી શકાય છે ઃ ઓછામાં ઓછા સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિષ્ક દેવો તો પ્રત્યક્ષ દેખી જ શકાય છે આથી એમ નથી કહી શકાતું કે દેવો ક્યારેય દેખાતા નથી. આ સિવાય લોકમાં દેવકૃત અનુગ્રહ અને પીડા બંને દેખાય છે. આના આધારે પણ દેવોનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ.
ચન્દ્ર, સૂર્ય વગેરે શૂન્યનગરની માફક જોઈ શકાય છે. તેમાં નિવાસ કરનાર કોઈ પણ નંથી. આથી એમ કેવી રીતે કહી શકાય છે કે સૂર્યાદિના પ્રત્યક્ષ થવાથી દેવો પણ પ્રત્યક્ષ થઈ ગયા ? આ શંકાનું સમાધાન કરતાં ભગવાન મહાવીર કહે છે કે સૂર્ય, ચન્દ્રાદિને આલય માનવાથી તેમાં રહેનાર પણ કોઈને કોઈ માનવું જ જોઈએ નહિતર તેમને આલય નથી કહી શકાતા. અહીં એક બીજી શંકા ઉત્પન્ન થાય છે. જેમને આલય કહેવામાં આવ્યાં છે તે વાસ્તવમાં આલય છે કે નહિ, તેનો નિર્ણય ન થવાની અવસ્થામાં એમ નથી કહી શકાતું કે તે નિવાસસ્થાનો છે આથી તેમાં
૧. ગા. ૧૮૩૭.
૪. ગા. ૧૮૬૪-૬.
૭. ગા. ૧૮૭૧.
Jain Education International
૨. ગા. ૧૮૪૦-૧૮૬૨.
૫. ગા. ૧૮૬૭-૮.
For Private & Personal Use Only
૩. ગા. ૧૮૬૩.
૬. ગા. ૧૮૭૦.
www.jainelibrary.org