________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૬૩ જીવ અને કર્મનો અનાદિ સંબંધ પણ યુક્તિસંગત પ્રતીત નથી થતો કેમકે એવું માનવાથી જીવની મુક્તિ ક્યારેય પણ નથી થઈ શકતી. જે વસ્તુ અનાદિ હોય છે તે અનંત પણ હોય છે જેમકે જીવ તથા આકાશનો સંબંધ. જીવ તથા કર્મના સંબંધને અનાદિ માનવાથી અનંત પણ માનવો જ પડશે. આવી સ્થિતિમાં જીવ ક્યારેય પણ મુક્ત ન થઈ શકે.'
આ યુક્તિઓનું સમાધાન કરતાં ભગવાન મહાવીર કહે છે કે શરીર તથા કર્મની સંતતિ અનાદિ છે કેમકે આ બંનેમાં પરસ્પર કાર્ય-કારણભાવ છે, જેમકે બીજ અને અંકુર. જે પ્રકારે બીજમાંથી અંકુર તથા અંકુરમાંથી બીજ ઉત્પન્ન થાય છે અને આ ક્રમ અનાદિ કાળથી ચાલ્યો આવી રહ્યો છે આથી આ બંનેનાં સંતાન અનાદિ છે તે જ રીતે દેહથી કર્મ અને કર્મથી દેહની ઉત્પત્તિનો ક્રમ અનાદિ કાળથી ચાલ્યો આવી રહ્યો છે આથી આ બંનેના સંતાન અનાદિ છે. આથી જીવ અને કર્મસંબંધી ઉપર્યુક્ત વિકલ્પ વ્યર્થ છે. જીવ અને કર્મની સંતતિ અનાદિ છે. જીવ કર્મ દ્વારા શરીર ઉત્પન્ન કરે છે આથી તે શરીરનો કર્તા છે તથા શરીર દ્વારા કર્મ ઉત્પન્ન કરે છે આથી તે કર્મનો પણ કર્તા છે. શરીર તથા કર્મની સંતતિ અનાદિ છે આથી જીવ અને કર્મની સંતતિને પણ અનાદિ માનવી જોઈએ. આ રીતે જીવ અને કર્મનો બંધ પણ અનાદિ સાબિત થાય છે.
એવું કથન કે જે અનાદિ છે તે અનંત પણ હોય છે, અયુક્ત છે. બીજ તથા અંકુરની સંતતિ અનાદિ હોવા છતાં પણ સાન્ત હોઈ શકે છે. એ જ રીતે અના કર્મ સંતતિનો પણ અંત થઈ શકે છે. બીજ તથા અંકુરમાંથી જો કોઈ પણ પોતાનું કાર્ય ઉત્પન્ન કર્યા પહેલાં જ નાશ પામી જાય તો તેના સંતાનનો પણ અંત થઈ જાય છે. આ જ નિયમ મરઘી અને ઈંડા માટે પણ છે. બીજું ઉદાહરણ લઈએ. સોનું તથા માટીનો સંયોગ અનાદિ સંતતિગત છે છતાં પણ ઉપાય વિશેષથી તે સંયોગનો નાશ થઈ જાય છે. બરાબર એ જ રીતે જીવ તથા કર્મના અનાદિ સંયોગનો પણ સમ્યગદર્શન વગેરે દ્વારા નાશ થઈ શકે છે. ત્યાર પછી આચાર્યે મોક્ષવિષયક વિવેચન કરતાં ભવ્ય અને અભવ્યના સ્વરૂપની ચર્ચા કરી છે.*
જીવ તથા કર્મના સંયોગનો નાશ ઉપાયજન્ય છે અર્થાત્ મોક્ષની ઉત્પત્તિ ઉપાયથી થઈ શકે છે. જે ઉપાયજન્ય છે તે કૃતક છે. જે કૃતક હોય છે તે અનિત્ય હોય છે, જેમકે ઘડો. આથી મોક્ષ પણ ઘડા સમાન કૃતક હોવાને કારણે અનિત્ય હોવું જોઈએ. આ સંશયનું નિવારણ કરતાં ભગવાન મહાવીર કહે છે કે એ નિયમ ૧. ગા. ૧૮૧૧.
૨. ગા, ૧૮૧૩-૫. ૩. ગા. ૧૮૧૭-૯. ૪. ગા. ૧૮૨૧-૧૮૩૬ .
Jait 2 ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org